Sri Lanka Airport : લંકાએ તો જબરી કરી !! ચીનની મદદથી એરપોર્ટ બનાવ્યું, સંચાલન કરવા સોંપી દીધું ભારતને  

0
266
Sri Lanka Airport
Sri Lanka Airport

Sri Lanka Airport : શ્રીલંકાના હંબનટોટા માં મટાલા રાજપક્ષે ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન હવે ભારતીય અને રશિયન કંપનીને સોંપવામાં આવ્યું છે. શ્રીલંકાના કેબિનેટે શુક્રવારે આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણયથી ચીનને માટે મોટો ઝટકો લાગ્યો છે.

Sri Lanka Airport

Sri Lanka Airport :  ભારતની શૌર્ય એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડને સોંપાયું એરપોર્ટ

શ્રીલંકાની સરકારના પ્રવક્તા અને મંત્રી બંડુલા ગણવાર્ડેનાએ જણાવ્યું હતું કે, ‘કેબિનેટની બેઠકમાં આ પ્રોજેક્ટ માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ ને આમંત્રિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જે પછી કેબિનેટની સલાહકાર સમિતિએ મટાલા રાજપક્ષે ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન 30 વર્ષ માટે ભારતની શૌર્ય એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને રશિયાની રિજન્સ મેનેજમેન્ટ કંપની ને સોંપ્યું છે.

Sri Lanka Airport

Sri Lanka Airport : ચીને આ એરપોર્ટ બનાવવા માટે શ્રીલંકા ને આર્થિક મદદ કરી હતી. જોકે, આમાં ડ્રેગનની કોઇ મોટી સાજિશ હોય તેવું જાણવા મળ્યું હતું. ચીને આ પ્રોજેક્ટ માટે ખૂબ ઊંચા વ્યાજ દરે લોન આપી હતી. ચીનની એક્ઝિમ બેંકે લગભગ 190 મિલિયન ડોલરની રકમ આપી હતી. નિષ્ણાતોના મત પ્રમાણે ચીને આ પ્રોજેક્ટ દ્વારા શ્રીલંકાને વધુ એક મોટી દેવાની જાળમાં ફસાવી દીધું છે.

Sri Lanka Airport : આ એરપોર્ટ 209 મિલિયન યુએસ ડોલરના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ફ્લાઇટ્સના અભાવને કારણે, એરપોર્ટને નુકસાન થઈ રહ્યું હતું અને તેને વિશ્વના સૌથી ખાલી એરપોર્ટ તરીકે ઓળખવામાં આવતું હતું.

Sri Lanka Airport

Sri Lanka Airport :  2016 થી શ્રીલંકાની સરકાર એરપોર્ટનું સંચાલન કરવા માટે ભાગીદારોની શોધ કરી રહી હતી, જે હવે ભારતીય કંપનીઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે ના નામ પરથી મટાલા એરપોર્ટનું નામ રાખવામાં આવ્યું છે. રાજપક્ષેના લાંબા શાસનના મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સમાં નું એક હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો