ભરૂચમાં નર્મદાના પુરની સ્થિતિ પર કોંગ્રેસના ગંભીર આક્ષેપ
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
આપત્તિના સમયે રાજનીતિ કરવી એ કોંગ્રેસની રીત છે : ઋષિકેશ પટેલ
અમારે કોંગ્રેસના સર્ટીફિકેટની જરૂરિયાત નથી : ઋષિકેશ પટેલ
અધિકારીઓની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં : ઋષિકેશ પટેલ
ભરૂચમાં સર્જાયેલી નર્મદાના પુરની સ્થિતિ પર કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.જેના જવાબમાં રાજ્ય સરકરાના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર વળતા પ્રહાર કર્યાં છે. ઋષિકેશ પટેલે કહ્યું આપત્તિના સમયે રાજનીતિ કરવી એ કોંગ્રેસની રીત છે. પુર અને તેની સ્થિતિ ને પહોંચી વળવા માટે કામગીરી કરી છે. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે અધિકારીઓ ની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં છે.અને અમે યોગ્ય કામગીરી કરી જ છે અમારે કોંગ્રેસ ના સર્ટીફિકેટની જરૂરિયાત નથી.ભારે વરસાદ બાદ સર્જાયેલ પરિસ્થિતિના પગલે તા. 18 સપ્ટેમ્બરથી આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને રાહત કામગીરી હાથ ધરાઇ છે. તા. 18 થી 21 દરમિયાન ચાર જિલ્લાના 121 ગામોના 4,00,430 વ્યક્તિઓનું આરોગ્યકર્મીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવ્યું. જેમાં 82,620 ક્લોરીન ટેબ્લેટ અને 56,400 ઓ.આર.એસ.નું વિતરણ કરાયું છે.
આવતીકાલ તા. 22 થી 28 સપ્ટેમ્બર સાત દિવસ દરમિયાન ચારેય અસરગ્રસ્ત જિલ્લાઓમાં આરોગ્યકર્મીઓની 435 ટીમ દ્વારા સર્વેલન્સની સધન ઝુંબેશ હાથ ધરાશે તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.તેમણે વધુમાં ઉમેર્યુ છે કે, અસરગ્રસ્ત ચાર જિલ્લાઓમાં 3 જિલ્લા હોસ્પિટલ, 4 પેટા જિલ્લા હોસ્પિટલ, 37 સામુહિક આરોગ્ય કેન્દ્રો, 174 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 1055 જેટલા સબ સેન્ટર આમ કુલ 1273 જેટલા આરોગ્ય કેન્દ્રો ઉપરાંત 20 મોબાઇલ હેલ્થ યુનિટ દર્દીઓની સેવા-સુશ્રુષામાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે.હાલ આ જિલ્લાઓમાં કુલ 70 સરકારી એમ્બ્યુલન્સ અને 73 જેટલી ૧૦૮ની એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાઓ માટે દોડી રહી છે. જીલ્લા અને કોર્પોરેશનમાં તૈયાર કરેલ શેલ્ટર હોમમાં મેડિકલ ટીમની પ્રતિનિયુક્તિ કરાઇ છે જેમાં શેલ્ટર હોમમાં રહેલ તમામ વ્યક્તિઓની દૈનિક આરોગ્ય તપાસ કરાય છે અને જરૂરિયાત મુજબ લોજીસ્ટિક, દવાઓ અને અન્ય સાધન સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ચારેય જિલ્લાઓની તમામ હોસ્પિટલમાં, આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી તમામ દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તમામ સરકારી લેબોરેટરીમાં પાણીજન્ય, વાહક જન્ય, વેક્સિનથી પ્રિવેન્ટેબલ ડીસીઝ વગેરે રોગો સંલગ્ન બ્લડ અને યુરીન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
વાંચો અહીં નર્મદાના પાણી છોડવામાં આવતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ,કોંગ્રેસના પ્રહાર