HomeGujaratControversy at Bhavnath: મૃગીકુંડમાં સાધુઓની વચ્ચે ઘૂસી કીર્તિ પટેલે ડૂબકી લગાવી, સાધુ-સંતોમાં...

Controversy at Bhavnath: મૃગીકુંડમાં સાધુઓની વચ્ચે ઘૂસી કીર્તિ પટેલે ડૂબકી લગાવી, સાધુ-સંતોમાં નારાજગી

Controversy at Bhavnath:  ભવનાથ ખાતે યોજાયેલા મહાશિવરાત્રિના મેળામાં અંતિમ દિવસે મૃગીકુંડમાં શાહી સ્નાન દરમિયાન વિવાદ સર્જાયો હતો. ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી કીર્તિ પટેલ ભગવા વસ્ત્રોમાં સાધુઓની વચ્ચે પહોંચી ગઈ હતી અને મૃગીકુંડમાં ડૂબકી લગાવી ‘હર હર મહાદેવ’ના નાદ સાથે સ્નાન કરતી જોવા મળી હતી.

માહિતી અનુસાર, રવેડી પૂર્ણ થયા બાદ સાધુ-સંતો પરંપરાગત રીતે મૃગીકુંડમાં શાહી સ્નાન માટે પહોંચ્યા હતા. તે દરમિયાન કીર્તિ પટેલ પણ ભગવા કપડાંમાં ત્યાં પહોંચી ગઈ હતી. સાધુઓની વચ્ચે જ ડૂબકી લગાવતાં કેટલાક સાધુ-સંતોમાં નારાજગી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતા જ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને કીર્તિ પટેલને ત્યાંથી દૂર કરવામાં આવી હતી.

Controversy at Bhavnath

Controversy at Bhavnath:  સાધુ-સંતોમાં રોષ

Controversy at Bhavnath

મેંદરડા ખાખમઢીના સુખરામદાસ બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “રવેડી બાદ સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે, ત્યારે સાધુના વસ્ત્રોમાં કેટલાક લોકો સ્નાન કરવા પહોંચે છે તે દુઃખદ બાબત છે.”

Controversy at Bhavnath:  તંત્રનો સ્પષ્ટ સંદેશ

પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “આ મુદ્દે સાધુ-સંતો સાથે નીતિ-નિયમ અંગે ચર્ચા કરવામાં આવશે. જો કોઈ ગેરકાયદેસર કૃત્ય કે ધાર્મિક લાગણી દુભાય તેવી ઘટના બની હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.”

મહાશિવરાત્રિના મેળામાં સર્જાયેલા આ બનાવને લઈને ચર્ચાઓ તેજ બની છે અને ધાર્મિક પરંપરાઓને લઈ સવાલો ઊભા થયા છે. તંત્ર તરફથી તપાસ બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે.

આ પણ વાંચો : અમદાવાદ-વડોદરાની 8 શાળાઓને બોમ્બની ધમકી: મોદી-શાહ ટાર્ગેટ પર, મેઈલમાં ‘ખાલિસ્તાન’નો ઉલ્લેખ થતા ખળભળાટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments