Somnath Temple :સોમનાથ પરના હુમલાના 1000 વર્ષ પૂરા થતાં PM મોદીએ બ્લોગમાં લખ્યો લેખ

0
163
Somnath Temple
Somnath Temple

Somnath Temple:સોમનાથ મંદિર પરના પહેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગમાં એક મહત્વપૂર્ણ અને ભાવનાત્મક લેખ લખ્યો છે. આ લેખને પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. લેખમાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે વિદેશી આક્રમણકારોએ સોમનાથ મંદિરનો વિનાશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સોમનાથ ક્યારેય નાશ પામ્યું નથી. સોમનાથ જ્યોતિર્લિંગ ભારતના આત્માનું પ્રતીક છે અને તે અડગ રીતે ઊભું રહ્યું છે.

Somnath Temple

Somnath Temple :સોમનાથ ભારતના આત્માનું શાશ્વત પ્રતિનિધિત્વ

પીએમ મોદીએ બ્લોગમાં લખ્યું છે કે પશ્ચિમ કિનારે ગુજરાતના પ્રભાસ પાટણમાં સ્થિત સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ ભારતના આત્માનું શાશ્વત પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમમાં ભારતના 12 જ્યોતિર્લિંગોનું વર્ણન છે, જેમાં સોમનાથનું નામ પ્રથમ આવે છે.

Somnath Temple :વિદેશી આક્રમણકારોએ કર્યો વિનાશનો પ્રયાસ

પીએમ મોદીએ લખ્યું કે સોમનાથ મંદિર લાખો ભક્તોની આસ્થા અને પ્રાર્થનાનું કેન્દ્ર રહ્યું છે. આ જ કારણસર વિદેશી આક્રમણકારોએ આ મંદિરને નિશાન બનાવ્યું હતું. તેમનો હેતુ માત્ર મંદિર તોડવાનો નહીં, પરંતુ ભારતની શ્રદ્ધા, સંસ્કૃતિ અને સભ્યતાના પ્રતીકને નષ્ટ કરવાનો હતો.

Somnath Temple :જાન્યુઆરી 1026નો હિંસક હુમલો

પીએમ મોદીએ પોતાના લેખમાં યાદ અપાવ્યું કે જાન્યુઆરી 1026માં ગઝનીના મહમૂદે સોમનાથ મંદિર પર મોટો અને બર્બર હુમલો કર્યો હતો. આ હુમલો હિંસક હતો અને તેનો ઉદ્દેશ્ય શ્રદ્ધા તથા સંસ્કૃતિના મહાન પ્રતીકને ધરાશાયી કરવાનો હતો.

Somnath Temple

2026 સોમનાથ માટે ઐતિહાસિક વર્ષ

પીએમ મોદીએ જણાવ્યું કે 2026નું વર્ષ સોમનાથ મંદિર માટે દ્વિગુણું મહત્વ ધરાવે છે. એક તરફ આ વર્ષ સોમનાથ પરના પહેલા આક્રમણની 1000મી વર્ષગાંઠ છે, જ્યારે બીજી તરફ તે મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ પણ છે.

પુનર્નિર્માણની અડગ યાત્રા

પીએમ મોદીએ લખ્યું કે સોમનાથ મંદિર પરનો હુમલો માનવ ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટનાઓમાંનો એક હતો, છતાં એક હજાર વર્ષ પછી પણ મંદિર સંપૂર્ણ ગૌરવ સાથે ઊભું છે. વર્ષ 1026 પછીથી મંદિરને તેના વૈભવમાં ફરી સ્થાપિત કરવા માટે સમયાંતરે પ્રયાસો થતા રહ્યા છે.

1951માં પૂર્ણ થયું પુનર્નિર્માણ

મંદિરનું વર્તમાન સ્વરૂપ 11 મે, 1951ના રોજ પૂર્ણ થયું હતું. તે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. પીએમ મોદીએ લખ્યું કે આ સમારોહ ભારતના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ હતી.

આ પણ વાંચો :Donald Trump Threat India : ટ્રમ્પની ભારતને ફરી ધમકી, રશિયન તેલ ખરીદી બંધ નહીં કરી તો ટેરિફ વધારવાની ચેતવણી