Home Desh Indian Tourist Attack:થાઈલેન્ડના પટાયામાં ભારતીય ટૂરિસ્ટ પર જીવલેણ હુમલો, મસાજ બાદ પેમેન્ટ...

Indian Tourist Attack:થાઈલેન્ડના પટાયામાં ભારતીય ટૂરિસ્ટ પર જીવલેણ હુમલો, મસાજ બાદ પેમેન્ટ ન આપતા મારપીટ

0
356
Indian Tourist Attack
Indian Tourist Attack

Indian Tourist Attack :થાઈલેન્ડના પ્રખ્યાત ટૂરિસ્ટ શહેર પટાયામાં એક ભારતીય પ્રવાસી પર થયેલા જીવલેણ હુમલાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મસાજ સર્વિસ લીધા બાદ પેમેન્ટ ચૂકવવાની ના પાડતા ટ્રાન્સજેન્ડર મહિલાઓના એક જૂથે ભારતીય નાગરિકને ગાડીમાંથી બહાર ખેંચી લઈ નિર્દયતાથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Indian Tourist Attack

Indian Tourist Attack :27 ડિસેમ્બરની રાત્રે બની ઘટના

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના 27 ડિસેમ્બરની રાત્રે બની હતી. મારપીટનો ભોગ બનેલા ભારતીય નાગરિકની ઓળખ 52 વર્ષીય રાજ જસૂજા તરીકે થઈ છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ત્રણ ટ્રાન્સજેન્ડર મહિલાઓ રાજ જસૂજા પાસે પૈસાની માગ કરી રહી છે.

Indian Tourist Attack

Indian Tourist Attack :કારમાંથી બહાર ખેંચી કરી મારપીટ

જ્યારે રાજ જસૂજાએ પેમેન્ટ કરવાનો ઇનકાર કર્યો અને પોતાની કાર લઈને ત્યાંથી નીકળવાની કોશિશ કરી, ત્યારે વિવાદ ઉગ્ર બની ગયો. આરોપ છે કે ટ્રાન્સજેન્ડર મહિલાઓના જૂથે તેમને કારમાંથી બહાર ખેંચી રસ્તા પર જ ધીબેડી નાખ્યા. ઘટના દરમિયાન રસ્તા પર લોકોની અવરજવર હોવા છતાં કોઈએ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો નહોતો અને ઘણા લોકો તમાશો જોતા રહ્યા.

Indian Tourist Attack

ચહેરા અને માથામાં ગંભીર ઈજા

મારપીટમાં રાજ જસૂજાના ચહેરા અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં ઈમરજન્સી રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી અને તેમને બચાવી સારવાર માટે પટ્ટામાકુન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

સ્વસ્થ થયા બાદ ફરિયાદ નોંધાવશે

થાઈ પોલીસના જણાવ્યા અનુસાર, રાજ જસૂજા સંપૂર્ણ સ્વસ્થ થયા પછી તેમની ઔપચારિક ફરિયાદ લેવામાં આવશે. ફરિયાદ બાદ સમગ્ર મામલાની તપાસ થાઈ કાયદા હેઠળ હાથ ધરવામાં આવશે. વાયરલ વીડિયો બાદ થાઈલેન્ડમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો :Donald Trump Threat India : ટ્રમ્પની ભારતને ફરી ધમકી, રશિયન તેલ ખરીદી બંધ નહીં કરી તો ટેરિફ વધારવાની ચેતવણી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે