ક્યાંક બરફની ચાદર તો ક્યાંક લગ્નમાં વિલન બન્યું માવઠું , ખેડૂતો થયા પાયમાલ

0
176
ક્યાંક બરફની ચાદર તો ક્યાંક લગ્નમાં વિલન બન્યું માવઠું , ખેડૂતો થયા પાયમાલ
ક્યાંક બરફની ચાદર તો ક્યાંક લગ્નમાં વિલન બન્યું માવઠું , ખેડૂતો થયા પાયમાલ

રાજ્યમાં ક્યાંક બરફની ચાદર જોવા મળી તો ક્યાંક લગ્નની સિઝનમાં માવઠું વિલન બન્યું છે. ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી છે. આગામી ચોવીસ કલાક હવામાન ખાતે માવઠાની આગાહી કરી છે જેમાં દક્ષીણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જીલ્લામાં ખાબક્યો છે.

રાજ્યમાં ભર શિયાળે ચોમાસાનો માહોલ વહેલી સવારથી જોવા મળ્યો. અમદાવાદ – રાજકોટ હાઈવે પર અદ્ભુત નજરો જોવા મળ્યો.

અહી કુલુ મનાલી અને સીમલા જેવા દ્રશ્યો જોવા મળ્યા. મલીયાસણ ગામ નજીક પસાર થતા અમદાવાદ – રાજકોટ હાઈવે પર બરફની ચાદર છવાઈ હતી . હાઈવે પરથી પસાર થતા વાહનો પણ અટવાયા હતા અને મુસાફરોમાં આકર્ષણનું કેન્દ્ર પણ બરફ વર્ષા બની હતી. મળતી માહિતી પ્રમાણે અહી બેથી ત્રણ ઇંચ બરફ વર્ષા થઇ હતી. આ ઉપરાંત વાંકાનેર, મોરબી પંથકમાં કારણો વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના રાધનપુર તાલુકામાં પણ કરા પડ્યાના હોવાના સમાચાર મળી રહ્યા છે. દક્ષીણ ગુજરાતમાં વરસાદી માહોલ અગામી બે દિવસ સુધી જોવા મળશે. સુરત જીલ્લામાં પણ કરા પડ્યાના સમાચાર મળી રહ્યા છે.

રાજ્યમાં લગ્નસરાની સીઝન શરુ થઇ છે. કમોસમી વરસાદ લગ્નમાં વિલન બન્યો હતો અને અનેક ઠેકાણે જાનૈયાઓ માવઠાથી પરેશાન જોવા મળ્યા અને લગ્નવિધિ તથા ભોજન સમારોહમાં ખલેલ પહોચ્યો હતો. સુરત , અમદાવાદ, સહિતના રાજ્યના શહેરો અને ગામોમાં લગ્નની સીઝન શરુ થતા જ વરસાદે પણ હાજરી નોંધાવી છે. સુરત જીલ્લામાં ભારે પવન ફૂંકાતા લગ્નના મંડપ ધરાશાયી થયાના સમાચાર મળી રહ્યા છે. મોરબી પંથકમાં કરા સાથે વરસાદે કહેર વર્તાવ્યો અને ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકશાનના સમાચાર મળી રહ્યા છે. બરફની સાથે મઝા માણતા લોકોના વિડીઓ પણ વાઈરલ થઇ રહ્યા છે.

કમોસમી વરસાદથી જુનાગઢ ગિરનારની લીલી પરિક્રમા કરતા ભક્તો પણ પરેશાન થયાના સમાચાર મળી રહ્યા છે. પરિક્રમા કાર્ય બાદ ગિરનારના દત્ત ટૂંકમાં ભક્તો દર્શને પહોંચતા હોય છે પણ વરસાદી વાતાવરણ અને ધુમ્મસને કારણે ગીરનાર પર્વત પર પહોંચેલા લોકો ફસાયા હતા અને અફર તફરી જોવા મળી. એક તરફ રોપ વે બંધ હોવાને કારણે નીચે ઉતરવાની વ્યવસ્થા ખોરવાઈ હતી અને ભક્તોને ભારે વરસાદમાં મંદિરોમાં અને શેડમાં આશ્રય લેવો પડ્યો હતો. ગીરનારની તળેટી ભવનાથ અને સોમનાથ મંદિરના કાર્તિકી પુનમના મેળામાં પણ મોટું નુકશાન થયાના સમાચાર મળી રહ્યા છે. વેપારીઓના સ્ટોલ અને માલને માલને નુકશાન થયું છે.

26 નવેમ્બર સાંજે 5 વાગ્યા સુધીના વરસેલા વરસાદના આંકડા આપ પ્રમાણે છે

ગુજરાતમાં માવઠાના કારણે સ્થિતિ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. શિયાળાની શરૂઆત વચ્ચે જ કમોસમી વરસાદ પડતા નાગરીકો પણ ઠંડીમાં બરોબરમાં ઠુંઠવાયા છે. ગુજરાતમાં ૨૨૦ તાલુકાઓમાં માવઠું પડ્યું છે. ૪૪ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જો વરસાદની સ્થિતિ પર એક નજર મારીએ તો, ભાભરમાં સવા ૨ ઇંચ, લોધિકામાં ૨ ઇંચ, રાધનપુરમાં ૨ ઇંચ, જ્યારે તાલાલા અને અંકલેશ્વરમાં પણ ૨ – ૨ ઇંચ વરસાદ વરસ્યો છે. નડીયાદ, હાંસોટ, સુરત, વેરાવળ, કેશોદ, કલ્યાણપુર, દસાડા, મોડાસા, દિયોદર, સાગબારા અને ઓલપાડમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વીજળી પડવાના કારણે ૬ લોકોના મોત થયા છે, જયારે ૧૫ જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કઠલાલમાં વીજળી પડતા ૧૦ પશુઓના મોત થયા છે. બીજી તરફ માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અનેક પાકોને મોટાપાયે નુકસાન ગયું છે. આપને જણાવી દઈએ કે, શહેરોમાં વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયું હતું.

આપને જણાવી દઈએ કે રાજ્યમાં 28 નવેમ્બર સુધી કમોસમી વરસાદનો માહોલ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

F 1rrlHaoAA6Dba