HomeDeshસો.મીડિયા બન્યું IPL 2023ની ફાઈનલ મેચનું ટીકીટ બારી

સો.મીડિયા બન્યું IPL 2023ની ફાઈનલ મેચનું ટીકીટ બારી

ફેસબુક,ટ્વિટ્ટર પર ટીકીટ વેચવાની પોસ્ટ જોવા મળી રહી છે અને કારણ છે રવિવારે ખાબકેલો વરસાદ. જે ક્રિકેટ રસિકો થોડા દિવસો પહેલા ટીકીટ માટે લાઈનમાં ઉભા રહીને પણ ટીકીટ લેતા હતા તે લોકો હવે સો.મીડિયા પર ટીકીટ વેચવા માટે મહેનત કરી રહ્યા છે. રવિવારે જેમને ટીકીટ ખરીદી હતી તે લોકો સોમવારે નોકરી ચાલુ હોવાથી અથવા વરસાદની આગાહી છે તેથી પોતાની ટીકીટ મૂળ કીમતે અથવા અડધા ભાવે સો. મીડિયા પર વેચવાની પોસ્ટ કરી રહ્યા છે.

અહી ઉલ્લેખનીય છેકે આગામી 30 મે સુધી હવામાન ખાતાએ વરસાદની આગાહી કરી છે. અને રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર વરસાદને કારણે મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments