SNAKE : સાપને આનાથી ડર લાગે છે ! જાણી લો સાપને દુર રાખતી આ વસ્તુ કઈ છે ?

2
227
સાપ કેવી રીતે ભગાડવા
સાપ કેવી રીતે ભગાડવા

SNAKE :  શું તમને સાપથી ડર લાગે છે.સાપથી ડર તો લગભગ બધાને લાગતો હોય છે, પરંતુ તમને ખબર છે સાપને કોનાથી ડર લાગે છે? આજે આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુ છે જેનાથી સાપ (SNAKE) દુર ભાગે છે?  દુનિયામાં એવું કંઈ છે જેની ગંધથી સાપ ભાગી જાય છે. અને આ જાણવું તમારા માટે ખુબ જરૂરી છે.

snake 3979601 1920

જ્યારે માણસ સાપ (SNAKE) ની સામે આવે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તે કેટલું જોખમી સરીસૃપ પ્રાણી છે. સાપ અને માનવ વચ્ચે કોણ વધુ બળવાન છે તે અમને કહેવાની જરૂર નથી. સાપને જોઈને જ વ્યક્તિની હાલત દયનીય થઈ જાય છે. આવી સ્થિતિમાં તે સાપને ભગાડવાની રીતો શોધવાનો પ્રયાસ કરતો રહે છે. તો શું આ દુનિયામાં એવી કોઈ વસ્તુ છે જેની ગંધ જ સાપને ભગાડે છે? મનુષ્ય માટે આ વસ્તુઓ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.

snake 1758994 1280

  આજે અમે તે વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની ગંધ સાપને ભગાડવામાં અસરકારક છે.  “ફોરેટ નામના પાવડરની ગંધને કારણે સાપને તેની નજીક આવવું ગમતું નથી. જો ઘરમાં “ઘુડબચ”, “ઘોડા બચ” કે “બચ” નામની ઔષધિને ​​સળગાવી ધુમાડો કરવામાં આવે તો સાપ આવતા નથી. સાપ કેરોસીનની ગંધ સહન કરી શકતો નથી અને તેની નજીક પણ આવતો નથી.

 

nature 5624238 1280



  પ્રાણીઓ સંબંધિત વેબસાઈટ a-z-animalએ આવી 14 બાબતોનો ખુલાસો કર્યો છે, જેની ગંધથી સાપ ભાગી જાય છે. આમાં મુખ્ય છે લસણ અને ડુંગળી, ફુદીનો, લવિંગ, તુલસી, તજ, વિનેગર, લીંબુ અને સૌથી મહત્વપૂર્ણ છે એમોનિયા ગેસ. ઘણી વખત સાપને ધુમાડાથી મુશ્કેલી થાય છે અને તેને ધુમાડાથી ભગાડી પણ શકાય છે. સાપને આ બધી વસ્તુઓની ગંધ ખૂબ જ વિચિત્ર લાગે છે.

snake 3683391 640

જો હવે તમારા ઘરે કે તમારી આસપાસ સાપ જોવા મળે તો તમે આ નુસખા અપનાવી સાપને ભગાડી શકો છો. આપને અમારી આ માહિતી કેવી લાગી અમને આ સ્ટોરીના માધ્યમથી કમેન્ટ કે સ્ટાર આપી જણાવી શકો છો….   

તમને આ વાંચવું પણ ગમશે..

ધર્મ : ગર્ભવતી સ્ત્રી ને શા માટે સાપ કરડતો નથી ?


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

2 COMMENTS

Comments are closed.