Covaxin :  કોવિશિલ્ડ બાદ હવે કોવેક્સીન લેનારાઓ માટે માઠા સમાચાર, કોવેક્સિનની પણ આડઅસર થઈ શકે છે. અભ્યાસમાં કરવામાં આવ્યો દાવો

0
234
Covaxin
Covaxin

Covaxin : કોરોનાકાળ દરમિયાન કોરોનાથી બચાવવા માટે દેશમાં મોટી સંખ્યામાં લોકોએ કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી લગાવી હતી, પરંતુ હવે ધીરે ધીરે આ બંને રસીની આડઅસર સામે આવી રહી છે. કોવિશિલ્ડ બનાવનાર બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકાએ તાજેતરમાં જ એક કોર્ટમાં સ્વીકાર્યું હતું કે, તેની રસી કેટલાક લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

Covaxin

ત્યારે હવે એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ભારત બાયોટેકની કોરોના વેક્સિન- કોવેક્સિનની પણ આડઅસર થઈ શકે છે. સ્પ્રિંગરલિંકમાં પ્રકાશિત અહેવાલ મુજબ, બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલ સ્ટડીમાં ભાગ લેનારા લગભગ એક તૃતીયાંશ લોકોમાં કોવેક્સિનની આડઅસર જોવા મળી હતી.

Covaxin : 1024 લોકો પર કરવામાં આવ્યો અભ્યાસ

Covaxin

અભ્યાસ હાથ ધરનાર શંખા શુભ્ર ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, “અમે એવા લોકોનો ડેટા એકત્રિત કર્યો કે જેમને વેક્સિન લીધાને એક વર્ષ થઈ ગયું હતું. આ અભ્યાસ 1,024 લોકો પર કરવામાં આવ્યો હતો. તેમાંથી 635 કિશોર અને 291 પુખ્ત વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અભ્યાસ મુજબ, 304 (47.9%) કિશોરો અને 124 (42.6%) પુખ્ત વયના લોકોમાં શ્વાસ અંગે ઈન્ફેક્શન જોવા મળ્યું હતું. જેના કારણે લોકોમાં શરદી-ઉધરસ જેવી સમસ્યા જોવા મળી હતી.

Covaxin : અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અભ્યાસમાં ભાગ લેનાર કિશોરોમાં સ્કિનની તકલીફ (10.5%)જોવા મળી હતી. તેમજ સ્નાયુઓ અને હાડકાં સંબંધિત બિમારી (5.8%) લોકોમાં જોવા મળી હતી.4.6% કિશોરવયની છોકરીઓમાં માસિક સ્રાવની અસાધારણતા (અનિયમિત પિરિયડ્સ) જોવા મળ્યો હતો. આંખની તકલીફ (2.7%) અને હાઇપોથાઇરોડિઝમ (0.6%) પણ જોવા મળી હતી

Covaxin

Covaxin : નોંધનીય છે કે બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા (AstraZeneca), જે કોરોનાની દવા બનાવે છે, તેણે પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેની કોવિડ -19 રસી ગંભીર આડઅસર કરી શકે છે. એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે, કોવિડ-19 રસી થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) જેવી આડ અસરોનું કારણ બની શકે છે. થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમને કારણે શરીરમાં લોહીના ગંઠાવાનું (Blood Clot) શરૂ થાય છે અથવા શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં બ્લડ ક્લોટ થવાને કારણે બ્રેઈન સ્ટ્રોક કે કાર્ડિયાક અરેસ્ટ થવાની શક્યતા વધી જાય છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો