GTvsSRH : ગુજરાત જીત સાથે વિદાય અને હૈદરાબાદ જીત સાથે પ્લેઓફસમાં સ્થાન પાક્કું કરવા ઉતરશે મેદાને

0
198
GTvsSRH
GTvsSRH

GTvsSRH :  સતત દરેક મેચમાં પ્રદર્શન એક સરખું ના હોવા છતાં  સનરાઇઝર્સ હૈદરાબાદને IPL પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે ગુરુવારે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર એક જીતની જરૂર છે જ્યારે ગુજરાતની ટીમ માત્ર પ્રતિષ્ઠા માટે જ રમશે. કેપ્ટન પેટ કમિન્સની ટીમ ટોપ ટુમાં સ્થાન મેળવવા પર નજર રાખી રહી છે. આ પછી તેણે વધુ એક મેચ રમવાની છે અને તેનો નેટ રન રેટ પણ પ્લસ 0.406 છે. સનરાઇઝર્સ પાસે 12 મેચમાં 14 પોઈન્ટ છે અને તે વધુમાં વધુ 18 પોઈન્ટ બનાવી શકે છે જે ટોપ બેમાં તેમનું સ્થાન સુનિશ્ચિત કરશે.

GTvsSRH : હૈદરાબાદની ટીમ વધુ મજબુત

GTvsSRH

GTvsSRH : આ મેચ પહેલા સનરાઇઝર્સને એક સપ્તાહનો બ્રેક મળ્યો છે, જેના કારણે તે તાજગી સાથે મેદાનમાં પરત ફરશે. આ સિવાય 8 મેના રોજ લખનૌમાં રેકોર્ડ જીત નોંધાવ્યા બાદ તેનું મનોબળ ઉંચુ છે. જ્યારે બોલરોએ લખનૌને ઓછા સ્કોર સુધી રોકી રાખ્યું હતું, ત્યારે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની ઓપનિંગ જોડીએ 166 રનનો ટાર્ગેટ 9.4 ઓવરમાં 10 વિકેટ બાકી રહેતા હાંસલ કર્યો હતો.

GTvsSRH : ગુજરાત સામે મળી ચુકી છે કારમી હાર

GTvsSRH

GTvsSRH : સનરાઇઝર્સે આ સિઝનમાં અકલ્પનીય સ્કોર બનાવ્યો છે, જયારે બીજીબાજુ તેમને શરમજનક હારનો પણ સામનો કરવો પડ્યો છે. ગુજરાતે તેમને ટૂર્નામેન્ટમાં સાત વિકેટે હરાવ્યું હતું. તેને છેલ્લી પાંચમાંથી ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમને 35 રનથી, ચેન્નાઈ સુપર કિંગ્સે 78 રનથી અને મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટે હરાવ્યું હતું. ટીમ બેટિંગમાં હેડ અને શર્મા પર સંપૂર્ણપણે નિર્ભર છે. જો તેઓ નિષ્ફળ જાય, તો તેની ઇનિંગ્સ ખોરવાઈ જાય છે, તેથી નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન અને અબ્દુલ સમદને વધુ સારું પ્રદર્શન કરવું પડશે.

GTvsSRH

GTvsSRH : ગુજરાત જીત સાથે લેવા માંગે છે વિદાય

બીજી તરફ 13માંથી માત્ર પાંચ મેચ જીતનાર ગુજરાતના 11 પોઈન્ટ છે અને તે જીત સાથે વિદાય લેવા ઈચ્છશે. ભૂતપૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યા બાદ ગુજરાતની ટીમમાં કોઈ સંતુલન નહોતું. પંડ્યાએ 2022નું ટાઇટલ જીતવામાં અને ગયા વર્ષે ફાઇનલમાં પહોંચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોલકાતા સામેની છેલ્લી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, પરંતુ બોલરોએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ લઈને આશા જગાવી હતી. બેટિંગમાં સારી શરૂઆત કરાવવાની જવાબદારી ફરી એકવાર કેપ્ટન શુભમન ગિલ અને બી સાઈ સુદર્શન પર રહેશે. ડેવિડ મિલર આ સિઝનમાં ફોર્મમાં નથી, પરંતુ તે છેલ્લી મેચમાં ઉપયોગી ઇનિંગ્સ રમવા માંગશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો