Home Dharma Shri Ram : ભગવાન રામનો ગુજરાત સાથે એક અનોખો છે સબંધ, ભગવાને...

Shri Ram : ભગવાન રામનો ગુજરાત સાથે એક અનોખો છે સબંધ, ભગવાને પાપ શુદ્ધિ માટે કેમ ગુજરાતને પસંદ કર્યું ? જાણો પૂરી વાર્તા   

0
1539
Shri Ram
Shri Ram

Shri Ram :  રામ મંદિર બનીને લગભગ તૈયાર થઇ ગયું છે.  આગામી 22 જાન્યુઆરીના દિવસે રામ લલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે, ગુજરાત સહીત દેશભરમાંથી હજારો લાખો લોકો દર્શન કરવા અયોધ્યા પહોંચવાના છે, ગુજરાતમાંથી પણ અયોધ્યા મંદિર માટે અનેક વસ્તુઓ બનાવીને મોકલવામાં આવી છે, જેમકે 1100 કિલોની અગરબત્તી, મંદિરનો 100 કિલોનો તાંબાનો દીવો, અયોધ્યા મંદિરનો ધ્વજાદંડ, અયોધ્યા મંદિર સાથે આગામી હજારો વર્ષ માટે ગુજરાત સાથેનો નાતો જોડાઈ જશે  ત્યારે આજે અમે તમને ખુદ ભગવાન શ્રી રામ (Shri Ram) નો ગુજરાત સાથે શું નાતો રહ્યો છે તેના વિશે જણાવીશું….      

Why is Shri Ram called Maryada Purushottam Shri Ram at Ayodhya

ગુજરાતની ધરતીનો મહાભારત અને એનાથી પણ જૂનું એટલેકે, રામાયણકાળ સાથે પણ સીધો સંબંધ જોડાયેલો છે. રામાયણમાં આવેલાં વિવિધ પ્રસંગો પૈકી એક સૌથી મહત્ત્વના પ્રસંગમાં ભગવાન શ્રીરામ (Shri Ram) નું ગુજરાત સાથેનું સીધું કનેક્શન આવે છે. સૌ કોઈ જાણે છેકે, છળકપટથી અધર્મી રાવણ સીતા માતાને ઉપાડી ગયો હતો. ત્યાર બાદ હનુમાન અને વાનર સેનાની મદદ લઈને ભગવાન શ્રીરામે લંકા પર ચઢાઈ કરી. રાવણનો વધ કર્યો અને તેનું રાજ્ય તેના ધર્મના પ્રતિક સમાન ભાઈ વિભિષણને સોંપ્યું. પણ શું તમે જાણો છોકે, રાવણના વધ બાદ ભગવાન શ્રીરામે ગુજરાતના એક સ્થળ પર વિશેષ પુજાપાઠ કર્યો હતો. ભગવાન શ્રીરામે (Shri Ram) ગુજરાતના એક ખાસ સ્થળ પર એક વિશેષ યજ્ઞ કર્યો હતો.

havan ram

સૌ કોઈ જાણે છે કે, રાવણે સીતાનું હરણ કર્યું એ અવગુણ સિવાય તે ખુબ જ મહાન રાજા હતો. રાવણ ખુબ મહાન શિવભક્ત હતો. રાવણ ખુબ મહાન વિદ્વાન હતો. આ સાથે રાવણ એક બ્રાહ્મણ હતો. શાસ્ત્રોની માનીએ તો કોઈ પણ સ્ત્રી અથવા બ્રહ્મણની હત્યા કરવાથી મહાપાપનું ભાગીદાર બનવું પડે છે. તેથી રામે પણ ધર્મનું પાલન કરતી વખતે રાવણનો વધ કરવો પડ્યો. પરંતુ રાવણના વધ બાદ બ્રહ્મ હત્યાના પાપથી બચવા માટે ભગવાન (Shri Ram) શ્રીરામે ગુજરાતની એક ખાસ જગ્યાએ યજ્ઞ કર્યો હતો.

hawan

પૌરાણિક કથાઓમાં એનો પણ ઉલ્લેખ છેકે, રાવણ વધ બાદ બ્રહ્મ હત્યાના પાપથી બચવા માટે ભગવાન શ્રીરામે ગુજરાતની પુષ્પાનદીના કિનારે યજ્ઞ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સ્થળ આજે પણ ગુજરાતમાં હયાત છે. પુરાણો અનુસાર જ્યારે રામે રાવણનો વધ કર્યો ત્યારે તેમણે વસિષ્ઠ ઋષિને એવા સ્થળની પૃચ્છા કરી જ્યાં તેઓ બ્રહ્મહત્યાનું પાપ ધોઇ શકે. (રાવણ બ્રાહ્મણ હતો). વસિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા કહ્યું, જે હાલના મોઢેરા નજીક હતું. ધર્મારણ્યમાં રામે મોઢેરક ગામ સ્થાપ્યું અને ત્યાં યજ્ઞ કર્યો. ત્યારબાદ ત્યાં સીતાપુર ગામની સ્થાપના થઇ જે બેચરાજી મોઢેરકથી 15 કિલો મીટર દૂર હતું. પછીના સમયમાં આ ગામ મોઢેરા તરીકે ઓળખાવા લાગ્યું.

modhera

Shri Ram :  મોઢરાનું જગપ્રસિદ્ધ સુર્ય મંદિર


ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરથી દક્ષિણ દિશામાં ૩૦ કિ.મી. અને અમદાવાદથી આશરે 105 કિલોમીટરના અંતરે રાજ્યના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું છે મોઢેરાનું પ્રસિદ્ધ સુર્ય મંદિર. મોઢેરા પુષ્પાવતી નદીને કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે. જે 11મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી (ભીમદેવ પહેલા)ના શાસનકાળમાં બનાવવામાં આવેલા સૂર્યમંદિરને કારણે જગતભરમાં પ્રખ્યાત છે. પુરાણોમાં આ વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો.

modhera ram mandir

મોઢેરા ગામમાં જ્ઞાનેશ્વરી વાવ આવેલી છે, જે 16-17મી સદીની છે. આ વાવમાં સામાન્ય રીતે છેલ્લા માળમાં આવેલા મંદિરની જગ્યાએ પ્રથમ માળમાં મંદિર આવેલું છે. અહીં તમને કલા-સ્થાપત્યનો અનેરો સંગમ જોવા મળશે. સૂર્ય મંદિરનું નિર્માણ કરાવનારો રાજ વંશ સોલંકી કુળનો હતો. સોલંકી વંશને સૂર્યવંશી પણ કહેવાતો હતો. તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકાર મોઢેરાના સૂર્ય મંદિરે આકાર લીધો. ભારતમાં ઓડિસાના કોર્ણાક અને બીજુ ગુજરાતના મોઢેરામાં આવેલું છે.  

તમે આ પણ વાંચી શકો છો

લો બોલો.. વર્ષ 2024માં 365માંથી માત્ર 82 દિવસ જ વાગશે ઢોલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે