HomeVideshમેક્સિકોમાં ગોળીબારની ઘટના

મેક્સિકોમાં ગોળીબારની ઘટના

સેન્ટ્રલ મેક્સિકોમાંથી આ શનિવારે વોટર પાર્કમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગની આ ઘટનામાં એક બાળક સહિત સાત લોકોના મોત થયા હતા. આ સિવાય એક વ્યક્તિ ઘાયલ થવાના સમાચાર પણ છે. જોકે તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ફાયરિંગની આ ઘટના બાદ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટના બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. હાલ હુમલાખોર પોલીસના કબજામાંથી ફરાર છે.પોલીસે જણાવ્યું હતું કે ગોળીબારની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ પુરૂષો અને ત્રણ મહિલાઓનો અને એક સગીરાનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments