350 વર્ષ બાદ છત્રપતિ શિવાજી મહારાજના ‘વાઘનાખ’ બ્રિટનથી પરત લાવવામાં આવશે

0
590
Chhatrapati-Shivaji-Maharaj
Chhatrapati Shivaji Maharaj

આ વર્ષે છત્રપતિ શિવાજી મહારાજ ના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે અવસર પર છત્રપતિ શિવાજી મહારાજ એ 1659માં અફઝલ ખાનને મારી નાખેલા વાઘનાખ (વાઘના પંજા જેવું લોખંડનું હથિયાર)ને ત્રણ વર્ષ માટે લંડનના વિક્ટોરિયા મ્યુઝિયમમાંથી મહારાષ્ટ્ર લાવવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રી સુધીર લંડનમાં આવેલા વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ સાથે શિવાજી મહારાજ ના વાઘનાખના સંબંધમાં કરાર પર હસ્તાક્ષર કરશે.

Chhatrapati Shivaji Maharaj

વાઘનાખને છત્રપતિ શિવાજી મ્યુઝિયમમાં રાખવામાં આવે તેવી શક્યતા છે :

મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે વાઘનાખ અમારા માટે પ્રેરણા અને ઉર્જાનો સ્ત્રોત છે. આ વાઘનાખ દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મ્યુઝિયમમાં રાખવામાં આવે તેવી શક્યતા છે.

wagh 1 1

સુધીર મુનગંટીવારે થોડા સમય પહેલા કહ્યું હતું કે 1659માં બીજાપુર સલ્તનતના કમાન્ડર અફઝલ ખાનને મારવા માટે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવાયેલા વાઘનાખને નવેમ્બરમાં લંડનથી ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે. મુનગંટીવારે કહ્યું હતું કે, પ્રથમ તબક્કામાં અમે વાઘનાખ લાવી રહ્યા છીએ. તેને નવેમ્બરમાં અહીં લાવવામાં આવે તેવી શક્યતા છે અને અમે તેના માટે સંમતિ પર હસ્તાક્ષર કરવાના છીએ. અમારો પ્રયાસ એ છે કે છત્રપતિ શિવાજી મહારાજે દિવસે  અફઝલખાનનો ખાત્મો કર્યો તે જ દિવસે તેને લાવવામાં આવે છે.

va 1

વાઘનાખને હાલમાં લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે.

wagh nakh

ઉલ્લેખનીય છે કે, આ વાઘનાખને લંડન સ્થિત વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે, આ મ્યુઝિયમ અનુસાર, આ હથિયાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ઓફિસર જેમ્સ ગ્રાન્ટ ડફ (1789-1858)ને આપવામાં આવ્યું હતું. જેઓ ત્યાંના રાજકીય એજન્ટ હતા. તત્કાલીન સતારા રજવાડાનામાં તેઓની નિમણૂક કરવામાં આવી હતી. મરાઠા સામ્રાજ્યના તત્કાલીન પેશ્વાએ આ શસ્ત્ર જેમ્સ ગ્રાન્ટ ડફને આપ્યું હતું.

દેશ – દુનિયાના વધુ સમાચાર વાંચવા – ક્લિક કરો અહી –

સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 10 ટકા વધીને રૂ. 1.62 લાખ કરોડને પાર

કેરળના કોચીમાં કાર નદીમાં ખાબકી ,બે ડોક્ટરના મોત

Apple iPhone 15 માં ઓવરહિટીંગની સમસ્યા : એપલે આપ્યા આ કારણ

દેશમાં કોરોના એ ફરી માથુ ઉંચક્યુ,24 કલાકમાં કોરોનાના 56 કેસ નોંધાયા

એક્ટરના આરોપ પર ‘સેન્સર બોર્ડ’  નો જવાબ : “ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ”

POCSO : સહમતિની વય 18 થી ઘટાડીને 16 વર્ષ કરવા પર લો કમિશન અસંમત