Share Market News: ચૈત્રી નવરાત્રીએ શેરબજાર ગરબે ઘૂમ્યું, પહોંચ્યું રેકોર્ડબ્રેક સપાટીએ  

0
61
Share Market News
Share Market News

Share Market News: આજથી દેશભરમાં ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ નવરાત્રીના પ્રથમ દિવસે જ શેર બજાર રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયું છે. આજે સ્ટોક માર્કેટ ઓપન થતાં જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નું સેન્સેક્સ પ્રથમ વખત 75000ને પાર થઈ ગયું છે. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નું નિફ્ટીએ પણ 22,700ના આંકડાને સ્પર્શી લીધો છે.

Share Market News

Share Market News:  આજે એટલે કે 9 એપ્રિલે ચૈત્રી નવરાત્રિના પ્રારંભે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ પહેલીવાર 75,000ની સપાટીને પાર કરી ગયું છે. સેન્સેક્સે 75,124ની ઓલ ટાઇમ હાઇ બનાવી છે અને નિફ્ટીએ 22,765ની ઓલ ટાઇમ હાઇ બનાવી છે. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં વધારો અને 4માં ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય માર્કેટ કેપ પણ પ્રથમ વખત 400 લાખ કરોડને પાર થઇ ગયું છે. માર્ચ 2014માં માર્કેટ કેપ પ્રથમ વખત 100 લાખ કરોડ થયું હતું. જે એક દાયકામાં ચાર ગણું વધી ગયું છે.

Share Market News

Share Market News:  આજે સ્ટોક માર્કેટમાં બીએસઈ સેન્સેક્સ સવારે 9.15 વાગ્યે પ્રથમ વખત 75000ના આંકડાને પાર કરતા 75,124.28ના લેવલ પર ઓપન થયું અને તે આનો ઓલટાઈમ હાઈ લેવલ છે. ગયા બિઝનેસ ડે પર બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) 74,742.50ના લેવલ પર બંધ થયું હતું. આ સાથે જ એનએસઈ નિફ્ટી (NSE Nifty)એ રેકોર્ડ લેવલ 22,765.10 સાથે શરૂઆત કરી. તે ગયા બિઝનેસ ડે પર 22,666.30 ક્લોઝ થયો હતો.

Share Market News:  BSE માર્કેટ કેપ પહેલી વખત 400 લાખ કરોડને પાર

Share Market News


Share Market News:  આ સિવાય માર્કેટ કેપ પણ પ્રથમ વખત 400 લાખ કરોડને પાર થઇ ગયું છે. માર્ચ 2014માં માર્કેટ કેપ પ્રથમ વખત 100 લાખ કરોડ થયું હતું. જે એક દાયકામાં ચાર ગણું વધી ગયું છે.બજારમાં આવેલી તેજીને કારણે BSE-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન (MCAP) રૂ. 400 લાખ કરોડને પાર સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું છે. BSE- લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ગયા વર્ષે જુલાઈમાં રૂ. 300 લાખ કરોડના આંકડા પર પહોંચી ગયું હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો