શમી માટે ગઈકાલે ખાસ દિવસ હતો કારણકે શ્રી લંકા સામેની વર્લ્ડ કપની સાતમી મેચમાં ભારતીય બોલરનો તરખાટ જોવા મળ્યો અને શ્રી લંકાની ટીમને એક પછી એક તંબુ ભેગી કરી દીધી. શ્રી લંકાને માત્ર 49 રનમાં ઓલ આઉટ કરનાર ભારતીય ક્રિકેટ ટીમમાં મહત્વનો ફાળો ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ વિકેટ લીધી અને સૌથી વધુ વિકેટ લેનાર સ્ટાર ફાસ્ટ બોલર બની ગયો છે. મુંબઈમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ શમી તેની 5 વિકેટ લેતાજ ઝહિર ખાન અને જવાગલ શ્રીનાથને પાછળ રાખીને વલ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો ત્યારે સ્ટેડીયમમાં ક્રિકેટ ચાહકોએ આ ભારતીય ફાસ્ટ બોલરને વધાવ્યો. અને વાનખેડે સ્ટેડીયમમમાં હાજર ચાહકો સહિત એક અલગ જ અંદાજમાં સાથી ખેલાડીઓએ શમીની પ્રસંશા કરી હતી.
શમી હવે વલ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે ઓળખાશે . શમીએ તેની વલ્ડ કપ કારકિર્દીમાં 45 વિકેટ ઝડપી છે. હવે આ યાદીમાં ઝહિર ખાનનું નામ બીજા નંબરે 44 વિકેટ સાથે છે અને ત્રીજા નંબર પર જવાગલ શ્રીનાથ આવે છે અને ત્યાર પછી વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓની યાદીમાં જસપ્રીત બુમરાહ આવે છે. જે ચોથા સ્થાન પર છે. જેણે અત્યાર સુધીમાં 33 વિકેટ લીધી છે. ત્યાર બાદ અનીલ કુંબલેનું નામ આવે છે જે પાંચમાં નંબરે છે તેને 31 વિકેટ લીધી છે
શમી તેના શાનદાર બોલિંગ ફોર્મ શ્રી લંકા સામે બતાવ્યું છે . મોહમ્મદ શમીએ મુંબઈમાં રમાયેલી વર્લ્ડ કપની સાતમી મેચમાં પાંચ ઓવર ફેંકી હતી. આ મેચમાં શમીએ 1 મેડન ઓવર નાખી હતી. બાકીની ચાર ઓવરમાં ફક્ત 18 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ પાંચ વિકેટ સાથે શમી હવે પાંચ કે તેનાથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં મિચેલ સ્ટાર્ક સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. શમી અને સ્ટાર્ક પોતાની વર્લ્ડ કપની કારકિર્દીમાં 3-3 વખત આ સિદ્ધિ મેળવી છે.
શમી વર્લ્ડ કપની ક્રિકેટ મેચમાં ત્રણ વિકેટ લેનારો એક માત્ર ભારતીય બોલર પણ છે. કપિલ દેવ , રોબીન સિંહ ,વેંકટેશ પ્રસાદ, આશિષ નેહરા, અને યુવરાજ સિંહે એક એક વખત પાંચ વિકેટ ઝડપી હતી.
શમી આ વર્લ્ડ કપમાં બે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે. શમી ઉપરાંત રોહિત શર્મા અને કવીન્ટન ડી કોકનું નામ આ લીસ્ટમાં સામેલ છે. જેમણે બે એવોર્ડ જીત્યા છે.