Severe Monsoon Fury in Gujarat: ગુજરાતમાં મેઘરાજાએ સર્વત્ર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ૧૭ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સવારથી સાંજ સુધીમાં ભરૂચના નેત્રંગમાં સૌથી વધુ ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે અન્ય ૨૨ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાતા જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
Severe Monsoon Fury in Gujarat: મુખ્ય અપડેટ્સ અને ઘટનાઓ

- નેત્રંગમાં ૧૧ ઇંચ વરસાદ: સવારના ૬ થી સાંજના ૪ વાગ્યા સુધીમાં ૧૫૪ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ભરૂચના નેત્રંગમાં રેકોર્ડબ્રેક ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો છે.
- નવસારીમાં કરંટ લાગવાથી ૩ મજૂરોના મોત: નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ પાસે એક ટેમ્પો અકસ્માતે વીજળીના વાયર સાથે અડી જતાં ટેમ્પોમાં સવાર ૩ મજૂરોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
- સુરતમાં આર્મી તૈનાત અને પૂરની સ્થિતિ: સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને પહોંચી વળવા સુરતમાં આર્મીની બે ટીમો તૈનાત કરવામાં આવી છે તથા દરિયાકાંઠે ૩ નંબરનું સિગ્નલ અપાયું છે.
- અન્ય રેસ્ક્યૂ ઓપરેશન: છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિન નદીમાં અને તિલકવાડામાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા યુવકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં NDRFની ૩ ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
- અમદાવાદમાં પણ વરસાદ: રેડ એલર્ટ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ બપોરબાદ તેજ પવન અને સવાસાથ વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
Severe Monsoon Fury in Gujarat: ૧૭ જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ’ જાહેર








હવામાન વિભાગના નાઉકાસ્ટ મુજબ આગામી સમય માટે નીચે મુજબના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપેલ છે:
- રેડ એલર્ટવાળા જિલ્લાઓ: મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, નર્મદા, ભરૂચ, નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ તેમજ દમણ અને દાદરા નગર હવેલી.
- અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી ૨ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી યથાવત છે.
Severe Monsoon Fury in Gujarat: TAT અને GPSCની સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ
ઉમેદવારોની સુરક્ષા અને પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વની પરીક્ષાઓ સ્થગિત કરી છે:
- TAT (ઉચ્ચતર માધ્યમિક)-૨૦૨૬ મુખ્ય પરીક્ષા: અગાઉ ૨ ઓગસ્ટના રોજ યોજાનાર આ પરીક્ષા હવે ૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ લેવાશે. (જૂની હોલટિકિટ જ માન્ય રહેશે).
- GPSC પરીક્ષાઓ: GPSC દ્વારા ૧ ઓગસ્ટે લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખીને હવે ૯ ઓગસ્ટે યોજવાનો નિર્ણય કરાયો છે.
રાજ્યમાં ૫ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
Severe Monsoon Fury in Gujarat: અમદાવાદમાં મેઘરાજાનું જોર:
ગુજરાતભરમાં ચાલી રહેલા ભારે વરસાદના માહોલ વચ્ચે અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગ દ્વારા અગાઉ જારી કરાયેલા ‘રેડ એલર્ટ’ની અસર શહેરમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. બપોર બાદ અચાનક બદલાયેલા વાતાવરણ સાથે તેજ પવન અને ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા.
વરસાદના કારણે વાહનવ્યવહાર પર પણ આંશિક અસર પડી છે અને નોકરી-ધંધેથી પરત ફરતા લોકોને પાણી ભરાવાના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા તેમજ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આગામી સમયમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સેન્સેક્સ ૧૬૬ પોઈન્ટ વધીને ૭૮,૦૯૪ પર બંધ; ઓટો અને મીડિયા શેરોમાં ભારે ખરીદી




