Indian Stock Market Rally: ભારતીય શેરબજારમાં આજે એટલે કે ૩૧ જુલાઈએ સપ્તાહના અંતે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બજારના મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ ૧૬૬ પોઈન્ટના વધારા સાથે ૭૮,૦૯૪ ની સપાટી પર સ્થિર થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ ૬૬ પોઈન્ટ ઉછળીને ૨૪,૩૮૩ ના સ્તરે પહોંચ્યો હતો.

Indian Stock Market Rally: ઓટો અને મીડિયા શેરોમાં સૌથી વધુ રોકાણ
આજના કારોબાર દરમિયાન રોકાણકારોનો ખાસ કરીને ઓટોમોબાઈલ અને મીડિયા સેક્ટરના શેરો તરફ ભારે જુકાવ જોવા મળ્યો હતો આ બંને ક્ષેત્રોમાં સૌથી વધુ ખરીદી નોંધાઈ હતી, જેના કારણે બજારને મજબૂત ટેકો મળ્યો હતો.
Indian Stock Market Rally: વિદેશી રોકાણકારો (FII/FPI) ની ખરીદી ચાલુ
બજારના આંકડાઓ મુજબ, છેલ્લા ૭ દિવસમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs/FPIs) દ્વારા ભારતીય શેરબજારમાં કુલ ₹૫,૬૭૩ કરોડના શેરોની ખરીદી કરવામાં આવી છે. માત્ર આજના દિવસે જ FII/FPI દ્વારા ₹૩,૬૨૪ કરોડનું ચોખ્ખું રોકાણ કરવામાં આવ્યું છે, જે બજારની મજબૂતાઈ દર્શાવે છે.
Indian Stock Market Rally: વૈશ્વિક બજારોમાં પણ તેજીનો માહોલ
ભારતીય શેરબજારની સાથે-સાથે વૈશ્વિક બજારોમાંથી પણ સકારાત્મક સંકેતો મળ્યા હતા:
- એશિયન બજારો: સાઉથ કોરિયાનો કોસ્પી (KOSPI) ઇન્ડેક્સ પ્રચંડ ઉછાળા સાથે ૧૪.૨૭% (+૮૨૦ પોઈન્ટ) અને જાપાનનો નિક્કેઈ (Nikkei) ૪.૩૭% (+૨,૭૦૫ પોઈન્ટ) વધીને બંધ થયા હતા.
- અમેરિકી બજાર (ગઈકાલનું સત્ર): ડાઉ જોન્સ ૧.૧૯% (+૬૧૪ પોઈન્ટ), નાસ્ડેક ૨.૭૮% (+૬૭૯ પોઈન્ટ) અને S&P 500 ૧.૬૬% ના વધારા સાથે મજબૂત સ્થિતિમાં બંધ રહ્યા હતા.
અગાઉ ૩૦ જુલાઈએ પણ બજાર સકારાત્મક રહ્યું હતું, જેમાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ વધીને ૭૭,૯૨૮ અને નિફ્ટી ૬૭ પોઈન્ટ વધીને ૨૪,૩૧૭ પર બંધ થયો હતો. વૈશ્વિક બજારોના સપોર્ટ અને સ્થાનિક ખરીદીના જોરે ભારતીય શેરબજારમાં તેજી જળવાઈ રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો



