HomeGujaratસુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.દક્ષિણ ગુજરાતમાં પણ વરાસદી માહોલ જોવા મળી રહ્યો છે.સુરતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.સુરતમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કામરેજ,માંગરોળ માંડવી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે.એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે તો બીજી તરફ વરસાદને કારણે વાતાવરણાં પણ ઠંડક પ્રસરી છે.લોકોને ગરમીથી રાહત મળી છે.  વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments