sc st reservation  : ભાજપે અનામત ક્વોટાને લઈને સ્પષ્ટ કર્યું પોતાનું વલણ

0
220
sc st reservation
sc st reservation

sc st reservation  : અનામતમાં ક્વોટાને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડાએ દાવો કર્યો હતો કે મિટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્પષ્ટ આશ્વત કર્યા હતા કે અનામતમાં પેટા અનામત બાબતે ભાજપ કોઈ વિચાર કરી રહ્યો નથી. આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય છે.

sc st reservation  : ગત તારીખ 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 7 ન્યાયમૂર્તિની પીઠે SC-ST કેટેગરીમાં નવી સબ કેટેગરી ઉભી કરીને અતિ પછાતોને અલાયદો ક્વોટા આપવાનો આદેશ આપ્યો હતો. જેના દેશભરમાં પડઘા પડ્યા હતા. અલગ-અલગ સંગઠનોએ આને લઈને આગામી 21મી ઓગસ્ટના રોજ ‘ભારત બંધ’નું એલાન પણ આપ્યું છે. જોકે કોઈ રાજકીય પાર્ટીએ પોતાનું વલણ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી. દરમિયાન ભાજપે આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો હતો અને અનાતમાં પેટા અનામત લાગુ કરવામાં નહીં આવે તેમ જણાવ્યું છે.

sc st reservation

sc st reservation  :  સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?

સુપ્રીમ કોર્ટની 7 જજની બેન્ચે 6:1ની બહુમતી સાથે પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે ક્વોટાની અંદર ક્વોટા બનાવીને અનામત આપી શકાય છે. હાલમાં દેશમાં અનુસૂચિત જાતિને 15 ટકા અને અનુસૂચિત જનજાતિને 7.5% અનામત મળે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી SC અને ST જાતિઓની આ જ 22.5 ટકા અનામતમાં રાજ્ય સરકારો SC અને STના નબળા વર્ગો માટે અલગ ક્વોટા નક્કી કરી શકશે.

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકમાંથી 28 બેઠક એસટી અનામત છે અને 14 બેઠક એસસી અનામત છે. જ્યારે રાજ્યની કુલ 26 લોકસભા બેઠકમાંથી બારડોલી, વલસાડ, છોટાઉદેપુર અને દાહોદ આ 4 બેઠક એસટી અનામત છે. અમદાવાદ પશ્વિમ અને કચ્છ લોકસભા બેઠક એસસી અનામત છે.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો