Naga Chaitanya and Sobhita Dhulipala: નાગા ચૈતન્ય-શોભિતા ધુલીપાલાની સગાઈની પ્રથમ તસવીર

0
194
Naga Chaitanya and Sobhita Dhulipala: નાગા ચૈતન્ય-શોભિતા ધુલીપાલાની સગાઈની પ્રથમ તસવીર
Naga Chaitanya and Sobhita Dhulipala: નાગા ચૈતન્ય-શોભિતા ધુલીપાલાની સગાઈની પ્રથમ તસવીર

Naga Chaitanya and Sobhita Dhulipala: નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ આખરે તેમના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. આજે એટલે કે 8મી ઓગસ્ટના રોજ પરિવાર વચ્ચે આ કપલે સગાઈ કરી હતી. તમને જણાવી દઈએ કે બંને છેલ્લા 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. નાગાના પિતા અને પીઢ અભિનેતા નાગાર્જુન અક્કીનેનીએ નાગા-શોભિતાની સગાઈની પ્રથમ બે તસવીરો શેર કરી છે. આ કપલની સગાઈની તસવીરો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ તસવીરો દ્વારા નાગાર્જુને કપલને અભિનંદન પાઠવ્યા અને શોભિતાનું પરિવારમાં સ્વાગત કર્યું. તેણે લાલ હૃદય સાથે કપલની સગાઈની તસવીરો શેર કરી છે.

Sobhita Dhulipala

નાગા ચૈતન્ય- શોભિતા ધૂલીપાલાની તસવીરો શેર કરતી વખતે, નાગાર્જુન અક્કીનેનીએ કેપ્શનમાં લખ્યું, ‘અમારા પુત્ર નાગા ચૈતન્યની શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરીને અમે ખૂબ જ ખુશ છીએ.

Naga Chaitanya and Sobhita Dhulipala Engagement

સામે આવેલી તસવીરોમાં કપલ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહ્યું છે. નાગાર્જુન અક્કીનેની ચૈતન્ય અને શોભિતાને ગળે લગાવીને હસતા હોય છે. બીજી તસવીરમાં શોભિતા નાગા ચૈતન્યના ખભા પર માથું રાખીને પોઝ આપતી જોવા મળે છે. ફોટામાં બંને શાનદાર લાગી રહ્યા છે. ફોટોમાં શોભિતા પીચ અને પિંક કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. સફેદ કુર્તા પાયજામામાં ચૈતન્ય ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે શોભિતા સાથે નાગા ચૈતન્યના (Naga Chaitanya and Sobhita Dhulipala) આ બીજા લગ્ન હશે. અગાઉ નાગા ચૈતન્યના લગ્ન સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) સાથે થયા હતા. તેઓએ 2017માં લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2021માં બંનેએ અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. સામંથા-નાગા ચૈતન્યના લગ્ન માત્ર 4 વર્ષ જ ચાલ્યા.

Naga Chaitanya and Sobhita Dhulipala Engagement
Naga Chaitanya and Sobhita Dhulipala Engagement

સામંથા રૂથ પ્રભુથી છૂટાછેડા પછી, નાગા ચૈતન્યએ શોભિતા ધૂલીપાલાને ડેટ કરવાનું શરૂ કર્યું. તેમના ડેટિંગના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે શોભિતા તેની ફિલ્મ મેજરના પ્રમોશન માટે હૈદરાબાદ એટલે કે નાગાના હોમટાઉન ગઈ હતી. કહેવાય છે કે આ દરમિયાન ફિલ્મ પ્રમોશનના બહાને શોભિતા (Sobhita Dhulipala) એ નાગા અને કેટલાક મિત્રો સાથે પોતાનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કર્યો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો