Home Desh SC Crackdown:’જ્યુડિશિયલ કરપ્શન’ ચેપ્ટરવાળી NCERT બુક પર પ્રતિબંધ, ચીફ જસ્ટિસે કહ્યું- ‘ન્યાયતંત્રને...

SC Crackdown:’જ્યુડિશિયલ કરપ્શન’ ચેપ્ટરવાળી NCERT બુક પર પ્રતિબંધ, ચીફ જસ્ટિસે કહ્યું- ‘ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી નહીં મળે’

0
220
SC Crackdown
SC Crackdown

SC Crackdown:સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતના ભારે વાંધા અને કડક વલણને પગલે NCERTના ધોરણ-8ના પુસ્તકમાં સામેલ “જ્યુડિશિયલ કરપ્શન” (ન્યાયિક ભ્રષ્ટાચાર) નામના પ્રકરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. CJI સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતે આ મામલાની તપાસ કરશે અને કોઈપણ સંજોગોમાં ન્યાયતંત્રની છબીને નુકસાન પહોંચાડવા દેશે નહીં.

SC Crackdown:સુપ્રીમ કોર્ટમાં ગુંજ્યો મુદ્દો

બુધવારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં આ બાબત ઉઠાવી હતી. કપિલ સિબ્બલે જણાવ્યું કે, ધોરણ-8ના નાના બાળકોને ન્યાયિક ભ્રષ્ટાચાર વિશે ભણાવવામાં આવી રહ્યું છે, જે અત્યંત ચિંતાનો વિષય છે. અભિષેક મનુ સિંઘવીએ સવાલ ઉઠાવ્યો હતો કે માત્ર ન્યાયતંત્રને જ કેમ નિશાન બનાવવામાં આવ્યું? શું બ્યુરોક્રેસી કે રાજકારણમાં ભ્રષ્ટાચાર નથી?

SC Crackdown:CJI સૂર્યકાંતની કડક ટિપ્પણી

SC Crackdown

ન્યાયતંત્ર પરના આ આરોપોવાળા પ્રકરણથી નારાજ CJIએ કહ્યું:

“દુનિયામાં કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ એક સુનિયોજિત કાવતરું લાગે છે. હાઈકોર્ટના અનેક જજો અને સિસ્ટમના સ્ટેકહોલ્ડર્સ આનાથી પરેશાન છે. આ કેસ હું પોતે જ હેન્ડલ કરીશ.”

SC Crackdown:પુસ્તકના વિવાદાસ્પદ પ્રકરણમાં શું હતું?

SC Crackdown

NCERTના આ નવા સેક્શનમાં ન્યાયતંત્રના પડકારો અને ભ્રષ્ટાચાર પર ભાર મૂકવામાં આવ્યો હતો:

  • ભ્રષ્ટાચારનો ઉલ્લેખ: તેમાં લખ્યું હતું કે લોકો ન્યાયતંત્રના અલગ-અલગ સ્તરે ભ્રષ્ટાચારનો સામનો કરે છે, જેનાથી ગરીબોની ન્યાય સુધીની પહોંચ મુશ્કેલ બને છે.
  • ફરિયાદોનો આંકડો: CPGRAMS સિસ્ટમ દ્વારા 2017 થી 2021 વચ્ચે ન્યાયતંત્ર વિરુદ્ધ 1,600થી વધુ ફરિયાદો મળી હોવાનો ઉલ્લેખ હતો.
  • પૂર્વ CJIનો હવાલો: પુસ્તકમાં પૂર્વ CJI બી.આર. ગવઈના નિવેદનનો ઉલ્લેખ કરીને ભ્રષ્ટાચારની જાહેર વિશ્વાસ પર પડતી અસર વિશે લખાયું હતું.

સરકારનું વલણ

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકોના પુસ્તકોમાં પ્રેરણાદાયી વાતો હોવી જોઈએ, ન કે ન્યાયતંત્ર જેવા લોકશાહીના સ્તંભને નબળો પાડતી સામગ્રી. આ વિભાગ લખવો અયોગ્ય હતો અને તેથી જ તેના વેચાણ પર રોક લગાવી દેવામાં આવી છે. જસ્ટિસ બાગચીએ પણ અવલોકન કર્યું હતું કે આ પુસ્તકનું લખાણ બંધારણના ‘બેસિક સ્ટ્રક્ચર’ વિરુદ્ધ છે.

આ પણ વાંચો :બક્સરમાં વરમાળા દરમિયાન ખુલ્લેઆમ દુલ્હનની હત્યા: સ્ટેજ પર માસ્ક પહેરીને ઘૂસી આવેલા પ્રેમીએ પેટમાં ગોળી મારી, લાઈવ VIDEO વાયરલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે