Saturn Transit 2026 :વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવને ન્યાયના દેવતા તરીકે માનવામાં આવે છે. તેઓ દરેક જાતકને તેના કર્મો અનુસાર ફળ આપે છે. શનિ ગ્રહની ગતિ સૌથી ધીમી હોવાથી તેઓ લગભગ અઢી વર્ષમાં એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. હાલ શનિ મીન રાશિમાં માર્ગી અવસ્થામાં સ્થિત છે અને વર્ષ 2027 સુધી મીન રાશિમાં જ રહેશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે પણ શનિ ગોચર કરે છે ત્યારે તે ચાંદી, લોખંડ અથવા તાંબાના પાયા ધારણ કરીને નવી રાશિમાં પ્રવેશ કરે છે. આ પાયાના આધારે જ શનિ શુભ કે અશુભ ફળ આપે છે. વર્ષ 2026ની શરૂઆત સાથે શનિ ચાંદીના પાયા ધારણ કરશે, જે કેટલીક રાશિઓ માટે વિશેષ શુભ સાબિત થશે અને તેમને જીવનના વિવિધ ક્ષેત્રોમાં મોટો લાભ અપાવશે.

Saturn Transit 2026 :આ રાશીઓ ને થસે લાભ
કર્ક રાશિ
વર્ષ 2026માં શનિના ચાંદીના પાયા કર્ક રાશિના જાતકો માટે શુભ સંકેત લઈને આવશે. આ સમય અણધાર્યા નુકસાનથી બચાવશે અને કાર્યક્ષેત્રમાં એકાગ્રતા વધારશે. નોકરીમાં ફેરફારની શક્યતા હોય તો વિચારપૂર્વક નિર્ણય લેવો જરૂરી રહેશે. શેરબજાર અથવા જોખમી રોકાણમાં સાવધાની રાખવી યોગ્ય રહેશે. અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ધ્યાન કેન્દ્રિત રાખવામાં આ સમય મદદરૂપ બનશે. આર્થિક લાભથી જીવનમાં સકારાત્મકતા વધશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે 2026માં શનિનું ચાંદીના પાયા ધારણ કરવું ભાગ્યને મજબૂત બનાવનાર સાબિત થશે. કારકિર્દીમાં આવતા અવરોધો દૂર થશે અને સખત મહેનતનું પૂરતું ફળ મળશે. સરકારી નોકરી, કાનૂની ક્ષેત્ર અથવા વહીવટી સેવાઓ સાથે જોડાયેલા જાતકોને વિશેષ લાભ મળી શકે છે. સામાજિક સન્માનમાં વધારો થશે અને કાર્યસ્થળે તમારી વાતને મહત્વ મળશે. નાણાકીય સમસ્યાઓમાંથી રાહત મળશે.
કુંભ રાશિ
કુંભ રાશિ પર હાલ સાડાસાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. વર્ષ 2026માં શનિ ચાંદીના પાયા ધારણ કરશે, જેના કારણે કુંભ રાશિના જાતકો માટે નિર્ણયો લેવામાં સ્પષ્ટતા આવશે. લાંબા સમયથી અટકેલા કામોમાં ગતિ આવશે. નોકરી કરતા જાતકોને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. બિનજરૂરી ખર્ચ ઘટશે અને બચતમાં વધારો થશે. પારિવારિક સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજ પણ ધીમે ધીમે દૂર થતી જોવા મળશે.
Saturn Transit 2026 :ભાગ્યમાં આવશે સકારાત્મક ફેરફાર
જ્યોતિષીઓના મતે, શનિનો ચાંદીના પાયા સાથેનો ગોચર આ રાશિઓ માટે 2026ને પ્રગતિ અને સફળતાનું વર્ષ બનાવી શકે છે. યોગ્ય નિર્ણય અને મહેનતથી જાતકોને બમ્પર ફાયદા મળવાની શક્યતા છે.




