હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે તો બીજી બાજુ અરબસાગરમાં મનમોહક દ્રષ્યો સર્જાયા હતા. જાણે વાદળો અરબીસમુદ્રમાંથી પાણી ભરતા હોય તેવા અદુભૂત દ્રષ્યો સામે આવ્યા. માછીમારોએ આ નજારો જોઈને માછીમારોમાં પણ કુતૂહલ સર્જાયો હતો અને કુદરતી કળાને મોબાઇલના કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી આ ઘટના સલાયાના દરિયામાં સર્જાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે

