દેવગઢ બારીયામાં ગ્રામીણ ઓલમ્પિક 2023નું આયોજન કરવામાં આવ્યું

0
202
દેવગઢ બારીયામાં ગ્રામીણ ઓલમ્પિક 2023નું આયોજન કરવામાં આવ્યું
દેવગઢ બારીયામાં ગ્રામીણ ઓલમ્પિક 2023નું આયોજન કરવામાં આવ્યું

દેવગઢ બારીયામાં ગ્રામીણ ઓલમ્પિક 2023નું આયોજન કરવામાં આવ્યું

ગ્રામ્ય વિસ્તારની રમતોનો સમાવેશ

ગ્રામ્ય વિસ્તારના અનેક રમત વીરોએ ભાગ લીધો

દેવગઢ બારીયામાં ગ્રામીણ ઓલમ્પિક 2023નું આયોજન કરવામાં આવ્યું હતું.સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા વહિવટી તંત્ર  દ્વારા રમત ગમત સંકૂલ દેવગઢ બારિયા ખાતે 18મા ગ્રામીણ ઓલમ્પિક્નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા.દેવગઢ બારીયામાં દશેરાના મેળાની સાથે 18માં ગ્રામીણ ઓલમ્પિક 2023નું  આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ ઓલમ્પિકમાં ગ્રામ્ય વિસ્તારની રમતોને પ્રાધાન્ય આપવા આવ્યું છે.  ગ્રામ્ય વિસ્તારના અનેક રમત વીરોએ ગ્રામીણ ઓલમ્પિક ભાગ લીધો હતો. રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા આ ગ્રામીણ ઓલમ્પિકને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું . જેમાં ખોખો ,કબડ્ડી , માટલા દોડ , ગોફણ ફેક , ગીલોલ, તિરંદાજી  ગેડી દડા,  સાયકલ પોલો, રસ્સા ખેંચ , લાંબી દોડ, ટૂંકી દોડ જેવી અનેક ગ્રામ્ય વિસ્તારની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.   આ પ્રસંગે મંત્રી બચુ ખાબડે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપણી પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય તે માટે 2004માં ઓલિમ્પિક મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતોનું આયોજન કરવામા આવ્યુ છે અને વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ આપવામા આવશે. બહેનો માટેની રમતોમાં 100 મીટર દોડ, 400 મીટર દોડ, તીરંદાજી, લાંબી દોડ, રસ્સાખેંચ, ખો-ખો, અને માટલા દોડ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરેક રમતમાં ભાગ લેનાર રમતવીરોને મંત્રી બચુભાઈ ખાબડે પ્રોત્સાહિત કર્યા હતા.