પંજાબ : શિક્ષકોની બદલી પર પ્રતિબંધ સહિતના મહત્વના સમાચાર

1
42
પંજાબ : શિક્ષકોની બદલી પર પ્રતિબંધ સહિતના મહત્વના સમાચાર
પંજાબ : શિક્ષકોની બદલી પર પ્રતિબંધ સહિતના મહત્વના સમાચાર

પંજાબના શિક્ષકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે . પંજાબ સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં સરકારે શિક્ષકોની બદલી પર પ્રતિબંધ મુક્યો છે . રાજ્ય સરકારે જે શાળાઓમાં શિક્ષકોની બદલીના પરિપત્ર મોકલ્યા હતા તેને અટકાવી દીધા છે. અને બદલીઓ અટકાવી દીધી છે. સરકારે વિધાનસભા સત્રમાં બાળકોના શિક્ષણ અંગે વાત કરીને કહ્યું કે શિક્ષકોની બદલી થશે તો બાળકોના શિક્ષણને અસર થશે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે પંજાબ સરકાર દ્વારા ૧૬૨ શિક્ષકો , લેકચરર અને કમ્યુટર શિક્ષકોને તાત્કાલિક અસરથી બદલીઓ અટકાવી દીધી છે. આ ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબ રાજ્યના તમામ નાગરિકોને વિજય દશમી પર્વની શુભ કામનાઓ પાઠવી . અને કહ્યું કે દશેરા પર અનિષ્ઠ તરવો પર સારાની જીતનું પર્વ છે . જીવનમાંથી નફરત, ખરાબ લાગણીઓ દૂર કરીને સત્યની રક્ષા કરવાનો સંકલ્પ કરીએ. તેમ પણ જણાવ્યું છે.

બરનાલા પોલીસને મળી મોટી સફળતા

હેડ કોન્સ્ટેબલ દર્શન સિંહની હત્યા કેસમાં પંજાબ બરનાલા પોલીસને મોટી સફળતા મળી છે . પોલીસ ટીમે 24 કલાકમાંજ મુખ્ય આરોપી સહિત ચાર હત્યારાઓની ધરપકડ કરી છે. માહિતી આપતા બરનાલા પોલીસે પત્રકારોને જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં પોલીસની ટીમે વોન્ટેડ ગુનેગારોને શોધવા અલગ અલગ સ્થળો પર તૈનાત કરવામાં આવ્યા હતા . દશેરાને કારણે પેટ્રોલિંગ , નાકાબંધી કરવામાં આવી હતી. પંજાબ પોલીસની ટીમ નાકા પર ચેકિંગ કરી રહી હતી. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન એક વાહન પોલીસના વાહનને ટકરાયું અને તે ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસને શંકા ગઈ હતી. અને રાત્રે ફાયરીંગ કરતા જ ગુનેગારોને ઝડપી પાડવામાં સફળતા મળી . આપને જણાવી દઈએ કે આરોપીઓ અને પોલની અથડામણ દરમિયાન બે જીવતા કારતુસ પણ પોલીસ્ર જપ્ત કર્યા છે. બરનાલા પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે જણાવ્યું કે શહીદ દર્શન સિંહના પરિવારને સરકાર તરફથી આપવામાં આવશે. અને એક કરોડની વિમાની રકમ પણ આપવામાં આવશે. આ ઉપરાંત પંજાબ પોલીસ શહીદ પરિવારને જે મદદની જરૂર હશે તે કરવામાં આવશે.

કબડ્ડી ખેલાડી હરવિંદર સિંહ બિંદુ પર ગોળીબારના મામલામાં મોટા સમાચાર

પંજાબના મોગા પોલીસ સ્ટેશન નિહાલ સિંહ વાલા હેઠળના ધૂળકોટ રણસિંહ ગામના પ્રખ્યાત કબડ્ડી ખેલાડી હરવિંદર સિંહ બિંદુ પર ગોળીબારના મામલામાં મોટા સમાચાર આવી રહ્યા છે મળતી માહિતી પ્રમાણે પોલીસે કબડ્ડી ખેલાડી પર ગોળીબાર કરનારા બે આરોપીની ધરપકડ કરી છે. આ સાથે પોલીસ 5 ફરાર આરોપીઓની શોધી રહી છે. આપને જણાવી દઈએ કે ગઈકાલે અજાણ્યા વ્યક્તિઓએ કબડ્ડી ખેલાડી હરવિંદર સિંહ બિંદુને ગોળી મારીને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. અને હુમલાખોરો મોટર સાયકલ પર સવાર થઈને આવ્યા હતા.

1 COMMENT

Comments are closed.