RUPALA vs KSHATRIY VOTE BANK : નાની પણ સીધી વોટબેંક છે ક્ષત્રીય સમાજની, ભાજપને થઇ શકે છે ગુજરાત સહીત દેશભરમાં નુકશાન

0
245
RUPALA vs KSHATRIY VOTE BANK
RUPALA vs KSHATRIY VOTE BANK

RUPALA vs KSHATRIY VOTE BANK : પરસોતમ રૂપાલા ના નિવેદન બાદ રોસે ભરાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ સમાધાન નહીં પણ રૂપાલાને ટિકિટ રદ થાય તે માંગને લઈને અડગ રહ્યા છે ત્યારે ભાજપ હવે ઉમેદવાર બદલશે તો પાટીદાર સમાજની નારાજગી નો સામનો કેવી રીતે કરી શકશે તે દ્રીધામા છે. પહેલાથી જ બે ઉમેદવાર બદલીને ભાજપ બેકફૂટ પર ચાલી રહ્યું છે ત્યારે ફરી એકવાર ઉમેદવાર બદલીને ભાજપ ‘જમ ઘર ભાળી જાય’ એવું થવા દેવા નહિ જ ઈચ્છે! પરંતુ ગુજરાતની એમની સીધી વોટબેંક ગણાતા ક્ષત્રીય સમાજનો રોષ પણ ભાજપને ભારે પડી શકે તેમ છે.  

RUPALA vs KSHATRIY VOTE BANK

RUPALA vs KSHATRIY VOTE BANK : ભાજપ હવે અવઢવમાં !!

ગુજરાતમાં 26 બેઠકો પર આગામી મહિને ચૂંટણી છે, હજુ ઉમેદવારી પત્રક ભરવાની તારીખ દૂર છે તે પહેલા ભાજપ આ વિવાદને અંત તરફ લઈ જવા માંગે છે, પરંતુ ત્રણ ત્રણ વખત માફી મંગાયા બાદ પણ રાજપૂત સમાજ નમવા તૈયાર નથી અને તે જીદ પર અડગ છે કે પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ થાય. ત્યારે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરીને તેના સ્થાને કોને ટિકિટ આપવી તે પણ ભાજપ માટે ચિંતા નો સવાલ છે.

RUPALA vs KSHATRIY VOTE BANK

RUPALA vs KSHATRIY VOTE BANK : બીજી તરફ સમાચાર આવી રહ્યા છે કે, હવે પાટીદાર સમાજ પણ પરસોતમ રૂપાલા (Parshottam Rupala news) ના સમર્થનમાં શક્તિ પ્રદર્શન કરવાનો છે. ત્યારે બે સમાજ વચ્ચે આ વિવાદ પ્રવેશે તે પહેલા જ ભાજપ બંને સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને નિવેડો લાવવા ઈચ્છી રહ્યું છે.

RUPALA vs KSHATRIY VOTE BANK : ગુજરાતમાં નાની પણ સીધી વોટ બેંક છે ક્ષત્રીય સમાજ

RUPALA vs KSHATRIY VOTE BANK

 રૂપાલા વિવાદમાં ભાજપ હવે છાશ પણ ફૂંકી ફૂંકીને પીવાની હાલતમાં આવી ગયું છે. ભાજપની નેતાગીરી અવઢવમાં છે કારણ કે, ચૂંટણી પહેલા જ આ વિરોધ ઊભો થયો છે. વિવાદ પૂરો થવાને બદલે મોટુ રૂપ લઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજની અલગ અલગ જિલ્લાઓની રાત્રી મીટીંગોમાં ભાજપ વિરોધી સુર માથું ઊંચકી રહ્યો છે ત્યારે ક્ષત્રિયોની એક જ માંગ છે કે કોઈપણ ભોગે ઉમેદવાર બદલાય અને જો આવું થાય તો જ સમાધાન થશે અને જો ઉમેદવાર નહીં બદલાય તો વિરોધની આગ આવનારા દિવસોમાં દેશભરમાં ફેલાશે.

RUPALA vs KSHATRIY VOTE BANK : દેશભરમાં વિરોધ પહોંચ્યો તો ભાજપને વોટબેંકમાં થઇ શકે છે મોટું નુકશાન  

RUPALA vs KSHATRIY VOTE BANK

 બીજી તરફ ભાજપ જોખમ ઉઠાવવાનું વિચારી રહ્યું હોઈ શકે કે રાજપૂત સમાજને નારાજ કરવાથી શું ગુજરાતની સીટો પર કોઈ અસર થશે? વોટ બેન્કની દ્રષ્ટિએ જોઈએ તો ભાજપ પાટીદાર વોટ બેંકને નુકસાન પહોંચાડવા માંગતું નથી, જ્યારે ક્ષત્રિય વોટબેંકને પણ હળવાશમાં લઈને આ મુદ્દો નેશનલ મુદ્દો ન બની જાય તેનું ધ્યાન રાખી રહ્યું છે. ગુજરાતમાં ભલે ક્ષત્રિય વોટ બેન્ક ઓછી હોય પરંતુ ક્ષત્રીય વોટ બેંક મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે,

ગુજરાતની 26 સીટોમાં સીધી રીતે તો નહિ પરંતુ આડકતરી રીતે ભાજપને સ્પષ્ટ વોટબેંકમાં મોટું નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે. બીજીબાજુ  રાષ્ટ્રીય મુદ્દો બનાવવા માંગતા ક્ષત્રિય સમાજનાં આગેવાન જો સફળ રહેતો ભાજપ માટે યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે . ત્યારે ભારતીય જનતા પાર્ટી વિચારી રહી હશે કે ચર્ચાઓનો દોર શરૂ રાખીને આ મામલો ઠંડો પાડી શકાય.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો