RUPALA : ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાની ફોર્મ ભરવાની તારીખ આવી સામે

0
233
RUPALA
RUPALA

RUPALA :  ક્ષત્રિયો સાથેના વિવાદ વચ્ચે રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે.ઉમેદવારી પત્ર ભરતા અગાઉ રૂપાલા રાજકોટના રેસકોર્સ બહુમાળી ચોકમાં જંગી સભાને સંબોધશે.

RUPALA : ભાજપે શરૂ કરી તૈયારી

RUPALA

RUPALA : શહેર ભાજપે જંગી સભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી હતી. રાજકોટ લોકસભા મતવિસ્તારના ભાજપના અગ્રણીઓ આ સભામાં ઉપસ્થિત રહેશે. સાંસદ,ધારાસભ્યો,સંગઠનના હોદ્દેદારો પણ સભામાં હાજરી આપશે. રાજકોટ શહેર ભાજપના કોર્પોરેટરો પણ સભામાં ઉપસ્થિત રહેશે. સભાને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

RUPALA

RUPALA :એક બાજુ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે તો બીજી તરફ રાજકોટ શહેર ભાજપ દ્વારા તેમની સભાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ બહુમાળી ચોક આગામી 16 તારીખે ભાજપે સભાનું આયોજન કર્યું હતું. રૂપાલા 16 તારીખના રોજ ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા રાજકોટના રેસકોર્સ બહુમાળી ભવન પાસે જંગી સભાને સંબોધશે. રૂપાલાની સભા પર સમગ્ર રાજ્યની નજર રહેશે.

RUPALA

RUPALA :રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓએ લખ્યું છે કે, ‘રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એક વાર મોદી સરકાર !!’. ક્ષત્રિય સમાજના સખત વિરોધ અને વિવાદોની વચ્ચે આ ટ્વીટથી ફરીથી રાજકારણ ગરમાયું છે. ટ્વીટમાં રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એકવાર મોદી સરકાર, લખવામાં આવ્યુ છે. આ વીડિયોમાં પરશોત્તમ રૂપાલાને રાજકોટ શહેરના અલગ-અલગ કાર્યક્રમો અને પ્રચાર પ્રસાર કરતા બતાવવામાં આવ્યા છે. રાજ્યમાં એકબાજુ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર વિરોધ પ્રદર્શનો અને સભાઓ ભરાઇ રહી તો, તો બીજીબાજુ પરશોત્તમ રૂપાલા દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં અત્યારે પરશોત્તમ રૂપાલાએ અત્યાર સુધીમાં મોટા ભાગનો પ્રચાર પૂર્ણ કરી લીધો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો