Pushpa 2 Teaser : ઈન્તેજાર ખતમ……આવી ગયું પુષ્પા 2 નું  ટીઝર, અલ્લુ અર્જુનનો લુક જોઈ પાગલ થયા ફેંસ

0
925
Pushpa 2 Teaser
Pushpa 2 Teaser

Pushpa 2 Teaser: 8 એપ્રિલનો દિવસ અલ્લૂ અર્જુન અને પુષ્પા 2ની આતુરતાથી રાહ જોતા લોકો માટે ખાસ બની ગયો છે. અલ્લૂ અર્જુન 8 એપ્રિલે તેનો 42 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને આ દિવસે જ ફિલ્મ પુષ્પા 2 નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. અલ્લૂ અર્જુને ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી પહેલાથી જ જાણકારી શેર કરી દીધી હતી કે 8 એપ્રિલે પુષ્પા 2 નું ટીઝર રિલીઝ થવાનું છે. 

Pushpa 2 Teaser

Pushpa 2 Teaser : 1 મિનીટ 8 સેકેન્ડના ટીઝરમાં પુષ્પાનો ધાંસુ લુક

અલ્લુ અર્જુનની પુષ્પા 2  ધ રૂલ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. જ્યારે દરેક વ્યક્તિ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે નિર્માતાઓએ ખાતરી આપી હતી કે તેલુગુ સ્ટાર તેની બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલમાં “ડબલ ફાયર” સાથે પાછો આવશે. એટલા માટે દરેક અપડેટ સાથે મેકર્સ ફેન્સની ઉત્તેજના વધારી રહ્યા છે. હવે તાજેતરમાં જ નિર્માતાઓએ અલ્લુ અર્જુનના જન્મદિવસ પર ‘પુષ્પા 2’નું ટીઝર રિલીઝ કર્યું છે. જે જોતા ખૂબ જ ધમાકેદાર લાગી રહ્યું છે. 1 મિનીટ 8 સેકેન્ડના ટીઝરમાં એક્ટર એક્શન કરતા દેખાય રહ્યા છે. 

Pushpa 2 Teaser

Pushpa 2 Teaser  : પુષ્પા 2 નું ટીઝર રિલીઝ થયાની સાથે જ વાયરલ થયું છે અને સોશિયલ મીડિયા પર ટ્રેંડ થઈ રહ્યું છે. અલ્લુ અર્જુનના ચાહકો આજે તેના સુપરસ્ટારના જન્મદિવસની સાથે પુષ્પા 2 ના ટીઝરને પણ માણી રહ્યા છે. 

Pushpa 2 Teaser

Pushpa 2 Teaser : પુષ્પા 2 ફિલ્મના ટીઝરમાં અલ્લૂ અર્જુન નવા જ અવતારમાં જોવા મળે છે. ટીઝરમાં તેણે સાડી પહેરી છે, ઘરેણા પહેર્યા છે અને મેકઅપ કર્યો છે. આ લુક જોઈને ચાહકો પણ આતુર થયા છે. 1 મિનિટ અને 8 સેકન્ડનું આ ટીઝર રુંવાડા ઊભા કરી દેશે. ફિલ્મના ટીઝરમાં અલ્લૂ અર્જુન જબરદસ્ત એક્શન કરતો જોવા મળે છે.

Pushpa 2 Teaser : પુષ્પા 2 ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. અલ્લુ અર્જુન સાથે આ વખતે રશ્મિકા મંદાના જ ફીમેલ લીડમાં જોવા મળશે. ફિલ્મમાં ફહદ ફાસિલ વિલન તરીકે જોવા મળશે. આ બંને કલાકારોના લુકના પોસ્ટર પણ થોડા દિવસો પહેલા જ રિલીઝ કરી દેવામાં આવ્યા હતા. જો કે ફેન્સમાં ફિલ્મના પોસ્ટર જોયા પછી ટીઝર જોવાની આતુરતા વધી હતી. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો