HomeGujaratRoad Accident in Kim Village:  ઓલપાડના કીમ ગામમાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરની અડફેટે...

Road Accident in Kim Village:  ઓલપાડના કીમ ગામમાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરની અડફેટે આવતા મહિલા મોપેડ ચાલક ઘાયલ

Road Accident in Kim Village:  સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામમાં આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે. કીમ ગામમાં આવેલા આંબેડકર સર્કલ નજીક એક ડમ્પર ચાલકે ટર્ન લેતી વખતે મોપેડ પર જઈ રહેલી મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

Road Accident in Kim Village: કેવી રીતે બની ઘટના?

પ્રાપ્ત માહિતી મુજબ, ડમ્પર ચાલક કંડકટર સાઈડ ટર્ન લઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક મહિલા મોપેડ ચાલક તેની અડફેટે આવી ગઈ હતી. આ અકસ્માતમાં મોપેડ સવાર મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાં ખાસ કરીને હાથના ભાગે તેમને વધુ ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

Road Accident in Kim Village

સ્થાનિકોમાં દોડધામ

અકસ્માત સર્જાતાની સાથે જ આસપાસના રાહદારીઓ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક ઘાયલ મહિલાને મદદ કરી હતી. સતત વધતા જતા આવા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ભડકેશ્વર મહાદેવ પાસે ડ્રોન ઉડાવનાર શખ્સ સામે પોલીસનો લાલ આંખ, જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments