HomeGujarat'No Fly Zone' Violation: ભડકેશ્વર મહાદેવ પાસે ડ્રોન ઉડાવનાર શખ્સ સામે પોલીસનો...

‘No Fly Zone’ Violation: ભડકેશ્વર મહાદેવ પાસે ડ્રોન ઉડાવનાર શખ્સ સામે પોલીસનો લાલ આંખ, જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી

‘No Fly Zone’ Violation: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના કારણોસર જાહેરનામું બહાર પાડી ડ્રોન ઉડાડવા પર કડક પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરીને ભડકેશ્વર મહાદેવ મંદિર પાસે ડ્રોન ઉડાવનાર એક શખ્સ સામે દ્વારકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

‘No Fly Zone’ Violation: ‘નો ફ્લાય ઝોનમાં ડ્રોન ઉડાડવાનું જોખમ

દ્વારકાધીશ મંદિરની આસપાસનો સમગ્ર વિસ્તાર સુરક્ષાના દ્રષ્ટિકોણથી નો ફ્લાય ઝોનજાહેર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તારીખ ૨૫/૦૫ થી ૨૩/૦૭ સુધી આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાં, ભડકેશ્વર મહાદેવ મંદિર જેવા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન ઉડાડવામાં આવતા પોલીસ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા.

‘No Fly Zone’ Violation: પોલીસની સતર્કતા અને કાર્યવાહી

'No Fly Zone' Violation

અગાઉ પણ દ્વારકામાં અનેકવાર ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા, પરંતુ તે સમયે સંચાલકો પોલીસની પકડથી દૂર રહેવામાં સફળ રહ્યા હતા. જોકે, આ વખતે પોલીસની સતર્કતાને કારણે ડ્રોન ઉડાવનાર શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.

પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૫(B) મુજબ નોટીસ આપવામાં આવી છે, જેમાં તેને નામદાર કોર્ટ સમક્ષ જ્યારે બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. વધુમાં, પોલીસે આરોપી પાસે રહેલ ડ્રોન યંત્ર જે તે સ્થિતિમાં તેને પરત સોંપ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:  સુરતમાં ₹26.20 લાખની ઓનલાઈન ટ્રેડિંગ છેતરપીંડીનો પર્દાફાશ: આંતરરાજ્ય ગેંગના 5 સભ્યો ઝડપાયા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments