બિહાર : જાતિ સર્વે ના પરિણામ જાહેર થયા બાદ નીતિશે જણાવી ભવિષ્યની યોજના, બીજેપી કાળઝાળ

0
289
Bihar-caste-based-survey-2023
Bihar-caste-based-survey-2023

બિહાર સરકારે સોમવારે બિહારના જાતિગત સર્વે રિપોર્ટ ના આંકડા જાહેર કર્યા છે. જાતિ સર્વે મુજબ બિહારની કુલ વસ્તી 13 કરોડની આસપાસ છે. રિપોર્ટ અનુસાર અત્યંત પછાત વર્ગ 27.12 ટકા, અત્યંત પછાત વર્ગ 36.01 ટકા, અનુસૂચિત જાતિ 19.65 ટકા, અનુસૂચિત જનજાતિ 1.68 ટકા અને બિન અનામત એટલે કે ઉચ્ચ જાતિ 15.52 ટકા છે. જાતિ સર્વે ના પરિણામો આવતાની સાથે જ જનતા દળ યુનાઇટેડ (JDU) અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) ના શાસક ગઠબંધન વચ્ચે ઉગ્ર દલીલ શરૂ થઈ ગઈ છે.

Bihar-caste-based-survey-2023
Bihar-caste-based-survey-2023

આ તમામ વચ્ચે જેડીયુના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, તેમના સાથી પક્ષો અને લાલુ પ્રસાદ યાદવે અહેવાલના પ્રકાશનને ‘ઐતિહાસિક’ ગણાવ્યો છે, જ્યારે ભાજપના નેતાઓએ તેને ‘છેતરપિંડી’ ગણાવી રહ્યા છે.

1

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, ગાંધી જયંતિના દિવસે જાતિ સર્વેક્ષણનો રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. બિહાર વિધાનસભાના નવ રાજકીય પક્ષોની ટૂંક સમયમાં એક બેઠક બોલાવવામાં આવશે, જેણે સર્વેના સમર્થનમાં સર્વસંમતિથી મતદાન કર્યું હતું. તેમને સર્વેના તારણો વિશે માહિતગાર કરવામાં આવશે. આ માહિતી નીતિશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી જણાવી.

કુમાર

જ્ઞાતિ સર્વેક્ષણને સમર્થન આપનાર 9 પક્ષોમાં ભાજપનો સમાવેશ થાય છે. આરજેડીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે પણ સર્વે રિપોર્ટના પ્રકાશનનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે, “ભાજપના કાવતરા અને કાયદાકીય અવરોધો છતાં આ સર્વે પૂર્ણ થયો છે.”

2024માં સરકાર બનશે તો જાતિ ગણતરી કરાવીશું : લાલુ

લાલુ પ્રસાદ યાદવે કહ્યું, “કેન્દ્ર સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે સમાજના તમામ વર્ગોને તેમની સંખ્યા અનુસાર વિકાસમાં હિસ્સો મળે. જો 2024માં સરકાર બનશે તો, અમે જાતિની વસ્તી ગણતરી કરીશું. આરજેડીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ વિપક્ષી ગઠબંધન ભારતના વરિષ્ઠ નેતા પણ છે. 

Bihar Chief Minister Nitish Kumar Rashtriya Janata Dal RJD Chief Lalu Prasad Yadav and State Deputy Chief Minister Tejashwi Yadav

જાતિ સર્વેક્ષણ એક સીમાચિહ્નરૂપ : તેજસ્વી યાદવ


લાલુ યાદવના પુત્ર અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે, અહેવાલનું પ્રકાશન દાયકાઓથી ચાલતા સંઘર્ષમાં એક સીમાચિહ્નરૂપ છે. તેમણે કહ્યું, “આ સર્વેક્ષણમાં માત્ર જાતિ આધારિત ડેટા જ આપવામાં આવ્યો નથી, પરંતુ તેમની સામાજિક-આર્થિક સ્થિતિ વિશે પણ માહિતી આપવામાં આવી છે. હવે સરકાર આ ડેટાના આધારે સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરશે.”

બીજેપી નેતા ગિરિરાજ સિંહની પ્રતિક્રિયા :

બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આ અંગે પ્રતિઉત્તર આપતા કહ્યું કે, જાતિ સર્વેક્ષણ બિહારના ગરીબ લોકોમાં ભ્રમ ફેલાવવા સિવાય બીજું કંઈ નથી.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ નીતિશ સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. આવી સ્થિતિમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભારત ગઠબંધન પોતાને એકજુટ દેખાડી રહ્યું છે. 

6

કોંગ્રેસે કહ્યું- અમે પહેલાથી જ પક્ષમાં છીએ :
બિહાર સરકારના જાતિ ગણતરીના રિપોર્ટ પર, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે સ્પષ્ટ કહ્યું, ‘અમે હંમેશા તેના (જાતિ વસ્તી ગણતરી)ના પક્ષમાં છીએ. મધ્યપ્રદેશમાં સરકાર બન્યા બાદ અમે તે (જાતિ ગણતરી) કરાવીશું.

દેશ, દુનિયા અને રાજનીતિને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં સાંપ્રદાયિક તણાવ,કલમ 144 લાગુ કરાઈ

350 વર્ષ બાદ છત્રપતિ શિવાજી મહારાજના ‘વાઘનાખ’ બ્રિટનથી પરત લાવવામાં આવશે

સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 10 ટકા વધીને રૂ. 1.62 લાખ કરોડને પાર

Apple iPhone 15 માં ઓવરહિટીંગની સમસ્યા : એપલે આપ્યા આ કારણ