એલન મસ્કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે કેનેડાની સરકારની ટીકા કરી

0
52
એલન મસ્કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે કેનેડાની સરકારની ટીકા કરી
એલન મસ્કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે કેનેડાની સરકારની ટીકા કરી

એલન મસ્કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે કેનેડાની સરકારની ટીકા કરી

અભિવ્યક્તિની સ્વતંત્રતાને કચડી નાખવાનો લગાવ્યો આરોપ

ટ્વિટ કરીને સાધ્યું નિશાન

એલન મસ્કેએ જસ્ટિન ટ્રુડો પર ગંભીર આરોપ લગાવ્યો છે એલોન મસ્ક કેનેડા પર ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાનું દમન’ કરવાનો આરોપ લગાવ્યો છે અને જસ્ટિન ટ્રુડો સરકારની ટીકા કરી છે. એલન મસ્કે ટ્વિટ કર્યું, “ટ્રુડો કેનેડામાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને કચડી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે ઈલોન મસ્કનું ટ્વીટ કેનેડા સરકારના તાજેતરના આદેશ પછી આવ્યું છે.જેમાં કેનેડા  સરકારે તાજેતરમાં એક આદેશમાં કહ્યું છે કે, ઓનલાઈન સ્ટ્રીમિંગ સેવાઓના નિયમનકારી નિયંત્રણ માટે સરકાર સાથે ઔપચારિક રીતે નોંધણી કરાવવી ફરજિયાત છે.

મસ્ક કેનેડાની સરકારથી કેમ નારાજ છે?

કેનેડા સરકારે આદેશ આપ્યો છે કે કેનેડામાં કોઈપણ પ્રકારનું ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ શરૂ કરતા પહેલા તેની માહિતી સરકારને આપવાની રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ ઓનલાઈન પ્લેટફોર્મ્સે પણ કેનેડામાં તેમની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવી પડશે. આ સાથે, વાર્ષિક $10 મિલિયન કમાતા ઓનલાઈન પ્લેટફોર્મ્સે 28 નવેમ્બર, 2023 સુધીમાં રજીસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. આ નિર્ણય બાદ જ ઈલોન મસ્કે ટ્વીટ પર પત્રકારને જવાબ આપતા ટ્રુડો પર નિશાન સાધ્યું હતું.ટ્રુડો સરકાર પર પહેલા પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવાનો આરોપ લાગ્યો છે. ફેબ્રુઆરી 2022 માં, કેનેડિયન ઇતિહાસમાં પ્રથમ વખત કટોકટીની શક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે તેમની સરકારને રસીની આવશ્યકતા અંગે ટ્રક ડ્રાઈવરોના વિરોધને દબાવવા માટે વધુ સત્તાઓ આપી હતી.