NASA/Boeing/ULA : ગુજરાતીમૂળની વૈજ્ઞાનિક સુનીતા વિલિયમ્સ આજે ફરીવાર અંતરીક્ષ માટે ભરશે ઉડાણ, બનાવશે વધુ એક રેકોર્ડ   

0
235
NASA/Boeing/ULA
NASA/Boeing/ULA

NASA/Boeing/ULA : આજે રાત્રે ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ફરીવાર અંતરીક્ષ માટે ઉડાણ ભરશે, આ વખતે સુનિય વિલિયમ્સ તેના સાથીદારો સાથે નવા સ્પેસ ક્રાફ્ટમાં ઉડાન ભરવાની છે. ભારતીય સમય અનુસાર આજે રાત્રે 10 વાગ્યે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી બોઈંગના સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટથી સ્પેસમાં જશે. અગાઉ સુનિતા વિલિયમ્સ 7 મેના રોજ સ્પેસમાં જવાના હતા. પરંતુ, સ્પેસ ક્રાફ્ટના ઓક્સિજન વાલ્વમાં ટેકનિકલ ખામીના કારણે ઉડાન કેન્સલ કરી દેવામાં આવી હતી.

NASA/Boeing/ULA

NASA/Boeing/ULA :  અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘જો બધું યોગ્ય રહેશે તો સ્ટારલાઈનર સ્પેસ સ્ટેશન પર ડોક કરી જશે, જે બાદ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પોતાના સાથીઓ સાથે સ્ટારલાઈનર સ્પેસ ક્રાફ્ટ અને તેના સબ-સિસ્ટમનું ટેસ્ટ કરવા માટે લગભગ એક સપ્તાહ સુધી સ્ટેશન પર રહેશે.’

NASA/Boeing/ULA :  સુનિતા વિલિયમ્સના નામે એક ખાસ રેકોર્ડ છે

NASA/Boeing/ULA

સુનિતા વિલિયમ્સે અવકાશમાં 322 દિવસ વિતાવ્યા છે અને સૌથી વધુ કલાકો સુધી સ્પેસવોક કરનાર મહિલા વૈજ્ઞાનિક હોવાનો રેકોર્ડ ધરાવે છે. વિલિયમ્સ પહેલીવાર 9 ડિસેમ્બર, 2006ના રોજ અવકાશમાં ગયા હતા અને 22 જૂન, 2007 સુધી અવકાશમાં રહ્યા હતા. સુનીતા વિલિયમ્સે રેકોર્ડ 29 કલાક અને 17 મિનિટ સુધી ચાર વખત સ્પેસવોક કર્યું હતું. આ પછી, સુનિતા વિલિયમ્સ 14 જુલાઈ 2012ના રોજ બીજી વખત અવકાશ યાત્રા પર ગઈ અને 18 નવેમ્બર 2012 સુધી અવકાશમાં રહી. 59 વર્ષીય સુનીતા વિલિયમ્સે કહ્યું કે તે ઉડાન પહેલા થોડી નર્વસ હતી, પરંતુ સાથે જ તે નવા અવકાશયાનમાં ઉડાન ભરવાને લઈને પણ ઉત્સાહિત હતી. વિલિયમ્સે કહ્યું કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તેમના માટે બીજા ઘર જેવું છે.

NASA/Boeing/ULA :  ત્રીજી વખત અવકાશયાનમાં ઉડાન ભરશે

NASA/Boeing/ULA

સુનીતા વિલિયમ્સ ત્રીજી વખત અંતરિક્ષમાં ઉડાન ભરવા જઈ રહી છે. આ સાથે, તેણીને નવા સ્પેસ શટલના પ્રથમ ક્રૂ મિશન પર ઉડાન ભરનાર પ્રથમ મહિલા તરીકે ઇતિહાસ રચવાની તક છે. સુનીતાએ કહ્યું કે તે થોડી નર્વસ છે, પરંતુ નવા અવકાશયાનમાં ઉડાન ભરવાને લઈને ઉત્સાહિત છે. તેણીએ ઉમેર્યું, “જ્યારે હું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચીશ, ત્યારે તે ઘરે પાછા જવા જેવું હશે.” 59 વર્ષીય સુનીતાએ ઇજનેરોને સ્ટારલાઇટ ડિઝાઇન કરવામાં મદદ કરી. આ 10 દિવસના મિશનમાં સ્ટારલાઈનરને તેની અવકાશ ક્ષમતા સાબિત કરવાની તક મળશે. તેના આધારે તેને નાસાનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો