RBI GOLD : RBIનું મોટું પગલું, વર્ષોથી ઇગ્લેન્ડ પાસે પડેલું 100 ટન સોનું ભારત પાછું લાવશે,આગામી મહીને હજુ આમાં વધારો કરાશે   

0
291
RBI GOLD
RBI GOLD

RBI GOLD : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોના (GOLD) ને લઈને મોટું પગલું ભર્યું છે. સેન્ટ્રલ બેંકે ઇંગ્લેન્ડથી લગભગ 100 ટન સોનું ભારત પાછું લાવી રહ્યું છે. આ સાથે RBI આવતા મહિનાઓમાં હજુ વધુ સોનું ભારતમાં પાછું લાવશે.  1991ની પછી આ પ્રથમ વખત છે જ્યારે આટલી મોટી માત્રામાં સોનું RBIની તિજોરીમાં જમા કરવામાં આવ્યું છે. પૂર્વ પીએમ ચંદ્રશેખરના સમયમાં ભારતે પોતાનું સોનું અન્ય દેશોમાં ગીરવે રાખવાની ફરજ પડી હતી ત્યારે આજે  ભારતમાં વર્ષો પછી અન્ય દેશમાં સંગ્રહાયેલું સોનુ ભારતમાં પાછુ લાવવામાં આવી રહ્યું છે.

RBI GOLD

RBI GOLD : બેંક ઓફ ઇંગ્લેન્ડ પરંપરાગત રીતે વિશ્વભરની મધ્યસ્થ બેંક માટે સોનાનો ભંડાર રહ્યું છે. ભારત પણ આનાથી અલગ નથી. આઝાદી પહેલાથી જ ભારતીય સોનાનો સ્ટોક લંડનમાં પડેલો છે. આરબીઆઇએ થોડા વર્ષો પહેલા સોનું ખરીદવાનું શરૂ કર્યું હતું અને નક્કી કર્યું હતું કે તે તેને ક્યાં સંગ્રહિત કરવા માંગે છે. વિદેશમાં ભારતનો સ્ટોક વધી રહ્યો હોવાથી, કેટલાક સોનું ભારતમાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RBI એ લગભગ 15 વર્ષ પહેલા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી 200 ટન સોનું ખરીદ્યું હતું, ભારતીય સેન્ટ્રલ બેન્ક દ્વારા ખરીદી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટોકમાં સતત વધારો થયો છે.

RBI GOLD :  શા માટે ભારત ઈંગ્લેન્ડથી આટલું સોનું પાછું લાવી રહ્યું છે?

RBI GOLD : તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ખાનગી સમાચાર પત્રના એક અહેવાલમાં જણાવાયું છે કે આરબીઆઈએ લોજિસ્ટિક કારણોસર આ પગલું ભર્યું છે. છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે ભારત સહિત વિશ્વભરની કેન્દ્રીય બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે. આરબીઆઈએ થોડા વર્ષો પહેલા સોનાની ખરીદી ફરી શરૂ કરી છે.આરબીઆઈ સમયાંતરે સમીક્ષા કરે છે કે તે તેનું સોનું ક્યાં સંગ્રહ કરવા માંગે છે. વિદેશમાં ભારતના સોનાના સ્ટોર્સમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી આ વખતે તેને ભારતમાં જ સ્ટોર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈ આ સોનું મુંબઈ અને નાગપુરમાં મિન્ટ રોડ ખાતેની તેની જૂની ઓફિસમાં રાખે છે.

RBI GOLD

સોનાનો સંગ્રહ કરવા માટે વિશ્વભરના દેશોમાં ઈંગ્લેન્ડ પ્રથમ પસંદગી રહ્યું છે. ભારત પણ આવું જ કરે છે. ભારત આઝાદી પહેલાથી જ લંડનમાં સોનું રાખે છે. હકીકતમાં, ચોરી, કુદરતી આફત કે રાજકીય અસ્થિરતાને ધ્યાનમાં રાખીને પણ વિદેશમાં સોનું રાખવાનો ટ્રેન્ડ છે. બેંક ઓફ ઈંગ્લેન્ડ પાસે જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થા અને સોનાના સંગ્રહને સંભાળવામાં વિશેષ કુશળતા છે.

RBI GOLD :  RBI પાસે કેટલું સોનું છે?

માર્ચના અંત સુધીમાં, આરબીઆઈ પાસે કુલ 822.11 ટન ગોલ્ડ રિઝર્વ છે. તેમાંથી 413.8 ટન સોનું વિદેશમાં રાખવામાં આવ્યું છે. માત્ર પાછલા નાણાકીય વર્ષમાં જ આરબીઆઈએ લગભગ 27.5 ટન સોનાની ખરીદી કરી છે. તાજેતરના સમયમાં RBIએ ઝડપથી સોનું ખરીદવામાં રસ દાખવ્યો છે. વર્ષ 2023ની સરખામણીમાં આરબીઆઈએ માત્ર જાન્યુઆરી-માર્ચ દરમિયાન લગભગ દોઢ ગણા સોનાની ખરીદી કરી છે. આને મુશ્કેલ અને પડકારજનક પરિસ્થિતિ માટે વ્યૂહાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.

RBI GOLD

RBI GOLD : ઇંગ્લેન્ડથી ભારતમાં સોનું લાવવું કેટલું મુશ્કેલ છે?

ઇંગ્લેન્ડથી લગભગ 100 ટન સોનું ભારતમાં લાવવું એ પોતાનામાં એક ખૂબ જ પડકારજનક કાર્ય છે. આ માટે ઘણા મહિનાના આયોજન અને ચોક્કસ અમલની જરૂર છે. ભારતમાં આટલા મોટા પાયે સોનું લાવવા માટે આરબીઆઈ, નાણા મંત્રાલય અને અન્ય સરકારી વિભાગો અને જાહેર સત્તાવાળાઓ સાથે મળીને કામ કરે છે.આટલી મોટી માત્રામાં સોનાના પરિવહન માટે વિશેષ વિમાન અને જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થાની જરૂર પડે છે. પરંતુ, RBIના આ પગલાથી થોડી બચત પણ થશે, કારણ કે RBIએ સોનું વિદેશમાં રાખવા માટે પૈસા ખર્ચવા પડે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો