Mansukh Sagathiya : રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં રાજકોટ મહાનગર પાલિકાના જવાબદાર ચાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ અધિકારીઓની ધરપકડ કર્યા બાદ ગઈકાલે રાત્રિના સમયે ACB ટીમ દ્વારા સૌથી વધુ સમય તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની મનપા કચેરી સ્થિત ઓફિસ તેમજ ઘર ખાતે સર્ચ કરવામાં આવ્યું હતું.
Mansukh Sagathiya : જે ભ્રષ્ટાચારના કારણે રાજકોટના ટીઆરપી ગેમઝોનને સીલ ન મરાયું કે તેનું ડિમોલીશન ન કરાયું તે ભ્રષ્ટાચાર કોણે કેટલી રકમનો કર્યો તે દિશામાં સિટ અને એ.સી.બી.દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ સ્ટાફે મહાપાલિકામાંથી ટી.પી.વિભાગના કર્મચારીઓની કામગીરી, ફરજ અને સત્તાની વિગતો સાથે ટી.પી.સ્ટાફને તેમજ વોર્ડ ઓફિસરોને કેટલો પગાર મળે છે તેની વિગતો પોલીસે મેળવી હતી અને બીજી તરફ પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર સાગઠીયા અને ફાયર ઓફિસર બી.જે.ઠેબાની મિલ્કતોના સ્થળે ધસી જઈને તપાસ આદરી હતી.
Mansukh Sagathiya : રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠીયા વિરૂદ્ધ એસીબીની તપાસ શરૂ કરી છે. ઈમબ્રાન્ચને સાથે રાખીને એસીબીની ટીમે સાગઠીયાની ઓફિસમાંથી તપાસ કરી અલગ અલગ દસ્તાવેજો જપ્ત કર્યાં છે.જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ એસીબીનું રાજકોટમાં મહા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ટીપીઓ મનસુખ સાગઠીયા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા, ચીફ ફાયર ઓફિસર ઈલિયાસ ખેર, રોહિત વિગોરા, મુકેશ મકવાણા અને ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાન પર એસીબીનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અલગ અલગ પાંચ ટીમો બનાવી એસીબીએ અગ્નિકાંડના તમામ આરોપી અધિકારીઓની ઓફિસ,મકાન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
Mansukh Sagathiya : સાગઠીયાના ઠાઠતો જોવો !!
Mansukh Sagathiya : ટીપીઓ મનસુખ સાગઠીયાના અલખધણી નામના ફ્લેટમાં સર્ચ કરાયું હતું. પરંતુ તે તેનું કાયમી રહેણાંક નથી તેમનું કાયમી રહેણાંક તો શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ અનામિકા સોસાયટીમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની સામે આવેલું છે. હાલમાં આ જગ્યા ઉપર રિનોવેશન કામગીરી ચાલી રહી છે અને લગભગ 300 ચોરસ વાર જેટલી જગ્યામાં વિશાળ આલીશાન બંગલો બનાવવામાં આવી રહ્યો છે. હાલ આ જગ્યા ઉપર બે માળ સુધી ચણતર કામ થઈ ચૂક્યું છે અને એક લિફ્ટનો ખાલી ભાગ પણ જોવા મળી રહ્યો છે. એટલે કે આ (ભ્રષ્ટ) સાહેબનો આલીશાન લિફ્ટવાળો બંગલો કરોડોની કિંમતવાળો તૈયાર થઈ રહ્યો છે.
Mansukh Sagathiya : મનસુખ સાગઠિયાએ રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલ તાલુકાના ગોમટા નજીક લક્ઝુરિયસ ફાર્મ હાઉસ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફાર્મ હાઉસ ગોંડલ તાલુકાના ગોમટાના સર્વે નંબર 125 પૈકી 3 અને 5ની ખેતીની 13 વીઘાથી વધુ જમીનમાં બનાવવામાં આવ્યું છે. હાલ ફાર્મ હાઉસને વૈભવી બનાવવા વધુ કામ ચાલી રહ્યું છે. આ જમીન સાગઠિયાએ 22.04.2016ના રોજ 11,53,505 રૂપિયામાં નવનીતભાઈ વશરામ ગજેરા, હરેશભાઈ વલ્લભભાઈ ગજેરા અને રામજીભાઈ રવજીભાઈ ઝાપડા પાસેથી ખરીદી હોવાની રજિસ્ટ્રાર કચેરીમાં નોંધ થઈ છે.
મનસુખ સાગઠિયા અલગ અલગ ત્રણ જેટલા પેટ્રોલ પંપમાં ભાગીદાર હોવાનું પણ સામે આવ્યું છે. જે દિશામાં પણ એસીબી ટીમે તપાસ કરવી જરૂરી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો