Home Desh Relief for Industries: ઉદ્યોગો માટે મોટી રાહત, કેન્દ્ર સરકારે LNG સપ્લાય પરનો...

Relief for Industries: ઉદ્યોગો માટે મોટી રાહત, કેન્દ્ર સરકારે LNG સપ્લાય પરનો પ્રતિબંધ હટાવ્યો, પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ થતાં લીધો મોટો નિર્ણય

0
89
Relief for Industries

Relief for Industries: દેશના ગતિશીલ ઉદ્યોગો માટે એક ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે દેશમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ના પુરવઠા પર લાદવામાં આવેલા તમામ નિયંત્રણો તાત્કાલિક અસરથી હટાવી લીધા છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ (Ceasefire) થતાં જ સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા શનિવારે આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેનાથી હવે દેશમાં LNG સપ્લાય ફરી પૂર્વવત અને સામાન્ય થઈ જશે.

Relief for Industries

Relief for Industries: શા માટે લાગુ કરાયો હતો ‘ઇમરજન્સી ઓર્ડર’?

ગત ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા અને ત્યારબાદ ઈરાનની જવાબી કાર્યવાહીને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ સપ્લાયનો મુખ્ય માર્ગ ગણાતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. વિદેશી સપ્લાયર્સે ભારત આવતા ગેસ કાર્ગો રોકી દીધા અથવા ડાયવર્ટ કર્યા હતા. આ ગંભીર ઇંધણ સંકટને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે ૯ માર્ચ ૨૦૨૬ના રોજ ‘આવશ્યક વસ્તુ અધિનિયમ’ (Essential Commodities Act) હેઠળ દેશમાં કટોકટીનો આદેશ જારી કરીને ગેસ સપ્લાય પર નિયંત્રણો લાદ્યા હતા.

Relief for Industries: સંકટ ટળ્યું: સરકારે પરત ખેંચ્યા ત્રણેય કટોકટીના નિર્ણયો

પશ્ચિમ એશિયામાં તણાવ ઘટતાં અને હોર્મુઝ રૂટ પરથી જહાજોની અવરજવર ફરી શરૂ થતાં સરકારે તબક્કાવાર તમામ ૩ મોટા કટોકટીના નિર્ણયો પાછા ખેંચ્યા છે:

  1. LNG સપ્લાય પરનો પ્રતિબંધ હટાવ્યો: ઉદ્યોગોને હવે પૂરતો ગેસ મળશે, જેથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મોટો વેગ મળશે.
  2. LPG ઉત્પાદનનો નિર્દેશ પાછો ખેંચાયો: તેલ રિફાઇનરીઓને પેટ્રોકેમિકલ ઇનપુટ રોકીને માત્ર LPG બનાવવાનો જે આદેશ હતો તે હવે હટાવી લેવાયો છે.
  3. ડીઝલ વેચાણ પરની લિમિટ ખતમ: બલ્ક (જથ્થાબંધ) ગ્રાહકોને ડીઝલના વેચાણ પર લાદવામાં આવેલી મર્યાદા પણ દૂર કરાઈ છે.

Relief for Industries: ભારત માટે કેમ લાઇફલાઇન છે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’?

ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત પર નિર્ભર રાખે છે, જેના આંકડા નીચે મુજબ છે:

ઇંધણ પ્રકારઆયાત પર નિર્ભરતા (%)પશ્ચિમ એશિયા (ખાડી દેશો) માંથી સપ્લાય (%)
ક્રૂડ ઓઇલ (કચ્છું તેલ)88%40-45%
નેચરલ ગેસ (LNG)50%65%

નોંધનીય છે કે: ભારતનો મોટાભાગનો LNG ગેસ કતાર દેશમાંથી આવે છે. કતારથી આવતા તમામ જહાજોએ ફરજિયાત ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માંથી પસાર થવું પડે છે. આથી જ આ રૂટ પર સામાન્ય તણાવ પણ ભારતની આર્થિક રગ દબાવી શકે છે.

Relief for Industries: ઉદ્યોગોમાં ખુશીનો માહોલ

LNG નો સૌથી વધુ ઉપયોગ સિરામિક, કેમિકલ, ફર્ટિલાઇઝર અને પાવર પ્લાન્ટ જેવા મોટા ઉદ્યોગોમાં ઇંધણ તરીકે થાય છે. છેલ્લા ચાર મહિનાથી મર્યાદિત સપ્લાયને કારણે ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચ અને ક્ષમતા પર માઠી અસર પડી રહી હતી. હવે સપ્લાય સામાન્ય થતાં જ ઉત્પાદન વધશે અને બજારમાં ફરી તેજી જોવા મળશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

પાવાગઢ ડુંગરે ઓઢી વાદળોની ચાદર, ગાઢ ધુમ્મસ વચ્ચે ઉમટ્યું આસ્થાનું ઘોડાપૂર, ગરબાની રમઝટ સાથે ભક્તો થયા લીન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે