RCB vs SRH : આજે ગયા તો સીરીઝમાંથી ગયા સમજો, RCB માટે હવે દરેક મેચ કરો યા મરોની મેચ  

0
170
RCB vs SRH
RCB vs SRH

RCB vs SRH : IPL 2024ની 30મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 2016ની ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સામે ટકરાશે. આ મેચ બેંગલુરુના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. પેટ કમિન્સની આગેવાની હેઠળની હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે , જયારે  બેંગલુરુની ટીમ 10માં સ્થાન પર છે. RCB ટીમ આજે જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશે. આ સાથે જ હૈદરાબાદની નજર ટોપ-થ્રીમાં પહોંચવા પર રહેશે.

RCB vs SRH

RCB vs SRH :બેંગલુરુ vs હૈદરાબાદ હેડ ટુ હેડ

RCB vs SRH

RCB vs SRH :બંને ટીમો વચ્ચેના આંકડાની વાત કરીએ તો બેંગલુરુ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 23 મેચ રમાઈ છે. જેમાંથી બેંગલુરુએ 10 અને હૈદરાબાદે 12 મેચ જીતી છે. જેમાં ચિન્નાસ્વામી સ્ટેડીયમ ખાતે બંને વચ્ચે આઠ મેચ રમાઈ છે. જેમાંથી બેંગલુરુએ પાંચ અને હૈદરાબાદે બે મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચોમાંથી બેંગલુરુએ ત્રણ અને હૈદરાબાદે બેમાં જીત મેળવી છે. બેંગલુરુએ છેલ્લી બે મેચોમાં હૈદરાબાદને હરાવ્યું છે અને ડુપ્લેસીસની ટીમ આ સિઝનમાં સતત ત્રીજી જીત હાંસલ કરવા માટે પ્રયત્ન કરશે.

RCB vs SRH

RCB vs SRH :હૈદરાબાદે અત્યાર સુધી પાંચમાંથી ત્રણ મેચ જીતી છે અને તેના છ પોઈન્ટ છે. જયારે  બેંગલુરુએ છમાંથી પાંચ મેચ ગુમાવી છે અને માત્ર એક જ જીતી છે. આરસીબીના બે પોઈન્ટ છે. ટીમના સમાચારની વાત કરીએ તો RCBના ગ્લેન મેક્સવેલને છેલ્લી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે આંગળીમાં ઈજા થઈ હતી. જોકે ઈજા ગંભીર નથી, પરંતુ તેનું ફોર્મ પણ ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં મેક્સવેલના સ્થાને કેમરૂન ગ્રીનને રમવાની તક મળી શકે છે.  

RCB vs SRH

RCB vs SRH : જયારે બીજીબાજુ  હૈદરાબાદ માટે સારા સમાચાર એ છે કે મયંક અગ્રવાલ ફિટ થઈ ગયો છે અને ટીમ સાથે પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તે જરૂર પડ્યે ઈમ્પેક્ટ સબ તરીકે બેટિંગ કરવા આવી શકે છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો 

હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો