Stock Market Crash : વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા ચિંતાજનક સંકેતોની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી છે, સવારે બજારની શરૂઆત પહેલા જ એનએસઈ નિફ્ટીમાં 700 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને બીએસઈ સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જે માર્કેટ બંધ થતા સેન્સેક્સમાં 845 સુધી પહોંચ્યો હતો, જયારે નિફ્ટીમાં 246 અંક સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
Stock Market Crash : આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા હતા. દિવસના અંતમાં નિફ્ટી 22300 ની નીચે બંધ થયું હતું અને સેન્સેક્સ 73399 પર બંધ થયું હતું. દિવસના અંતમાં સેન્સેક્સે 845 અંક તો નિફ્ટીએ 246 અંક સુધી નીચે ગોથા લગાવ્યા હતા,
Stock Market Crash : બજારમાં મિડકેપ અને સ્મૉલકેપ શેરો તૂટ્યા હતા. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.50 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.57 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.54 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.
Stock Market Crash : અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 845.12 અંક એટલે કે 1.14 ટકાના ઘટાડાની સાથે 73399.78 ના સ્તર પર પહોંચ્યા હતા. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 246.90 અંક એટલે કે 1.10 ટકા તૂટીને 22272.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
Stock Market Crash : એશિયન બજારોમાં ઘટાડો
Stock Market Crash : એશિયન બજારોમાં પણ ચારે બાજુ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોસ્પી, હેંગ સેંગ, શાંઘાઈ કમ્પોઝીટ, નિક્કી બધામાં નબળાઈનો લાલ સંકેત છે. ઈરાન-ઈઝરાયેલ તણાવ અને ક્રૂડ ઓઈલમાં વધારાની એશિયન બજારો પર નકારાત્મક અસર થઈ રહી છે.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો,
YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો
હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો