રથયાત્રા -અવનવા રંગોથી ગજરાજનો શણગાર

1
106
રથયાત્રા -અવનવા રંગોથી ગજરાજનો શણગાર
રથયાત્રા -અવનવા રંગોથી ગજરાજનો શણગાર

અમદાવાદમાં રથયાત્રા અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રા અને તૈયારીઓના ભાગ રૂપે ભગવાન જગન્નાથ મંદિરમાં ગજરાજ નો શણગાર કરવામાં આવ્યો અને ગજરાજ નું પૂજન કરવામાં આવ્યું . ગજરાજ ની શોભા વધારતા ફૂલ . ડિઝાઇન અને શ્રી કૃષ્ણના સ્વરૂપો કંડારવામાં આવ્યા છે. ૧૪૬મી રથયાત્રાનું  આકર્ષણ ગજરાજ   છે . ભગવાન જગન્નાથ મંદિરમાં  ગજરાજ શણગાર અને ગજરાજ પર આર્ટ વર્ક કરવા યુવાનોનું ગ્રુપ સેવા આપે છે . આ  વર્ષે પણ  ગજરાજનો શણગાર કરવામાં  આવ્યો  . અવનવા રંગો અને ગજરાજ ની શોભા વધારતા ફૂલ . ડિઝાઇન અને શ્રી કૃષ્ણના સ્વરૂપોનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું.  આ યુવાનો ઘણા વર્ષથી આ સેવાકીય પ્રવુંતીના ભાગ બને છે . ગજરાજ પણ દરવર્ષે આ યુવા મિત્રોની રાહ જોતા હોય તેમ પોતાને શણગાર સજવા તત્પર હોય  છે . ગજરાજ  પણ શાંત મુદ્રામાં યુવાનો જયારે આર્ટ વર્ક કરતા હોય છે ત્યારે જોવા મળ્યા. 

રથયાત્રા -અવનવા રંગોથી ગજરાજનો શણગાર

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને  ભગવાનને લાડ લડાવવા માટે ભક્તો તૈયાર છે.ત્યારે હાલમાં જગન્નાથ મંદિરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો.  જગન્નાથ મંદિરમાં સંતો મહંતોના ભંડારામાં લોકોએ દૂધપાક માલપુવા નો પ્રસાદનો લાહવો લીધો.રથયાત્રાના આગળના દિવસે  સવારે  સોનાવેશ દર્શન અને ગજરાજ પૂજન કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભગવાનને લાડ લડાવવા માટે ભક્તો તૈયાર છે. ત્યારે હાલમાં જગન્નાથ મંદિરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.  રથયાત્રા સૌહાર્દભર્યા વાતાવરણમાં પરંપરાગત શ્રદ્ધા- આસ્થાથી ઉજવાય તે માટે સર્વધર્મ બ્લડ ડોનેશન કેમ્પ, ક્રિકેટ ટૂર્નામેન્ટ, શાંતિ સમિતિની બેઠકો, મહોલ્લા સમિતિની બેઠકો પણ પોલીસતંત્ર દ્વારા યોજવામાં આવી હતી .

રથયાત્રા -અવનવા રંગોથી ગજરાજનો શણગાર

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં રથયાત્રાઓ યોજાય છે ત્યાં કોમી સંવાદિતા, સૌહાર્દ અને સલામતીના વાતાવરણમાં પાર પાડવા રાજ્ય પોલીસ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીને આપ્યો હતો. રથયાત્રાના આગળના દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. જગન્નાથ મંદિર મંદિરના મહંતશ્રી દિલીપદાસજી દ્વારા સંતો મહંતોના  ભંડારા નો પ્રસાદ ગ્રહણ કરી. તેમને વસ્ત્રદાન તેમજ દક્ષિણા દ્વારા સન્માન કરવામાં આવ્યું. નેત્રોત્સવ વિધિના દિવસે  દરમિયાન પણ વસ્ત્રદાન અને દક્ષિણાનું ધાર્મિક મહત્વ રહેલું છે.

રથયાત્રા  અસલ પરંપરાગત માર્ગો પર ફરશે રથયાત્રા.

રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ જોડાશે

101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો પણ જોડાશે..

30 અખાડા, 18 ભજન મંડળી,3 બેન્ડબાજા પણ રથયાત્રામાં જોડશે.

અધોધ્યા, નાસિક,ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના શહેરોમાંથી 2000 જેટલા સાધુ સંતો આવશે.

રથયાત્રામાં દરમિયાન 3000 કિલો મગ, 500 કિલો જાબું, 500 કિલો કાકડી અને 2 લાખ ઉપર્ણ પ્રસાદ આપવામાં આવશે

આ વખતે પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે અંતર્ગત મહત્વના મુદ્દાઓ જોઈએ  તો

આ વર્ષે રથયાત્રામાં સૌ પ્રથમવાર 3 ડી મેપીંગ ટેકનોલોજીના ઉપયોગથી કડક નિગરાની રખાશે

આગામી યાત્રાઓમાં પણ 3 ડી મેપિંગ ટેકનોલોજીના ઉપયોગ કરવામાં આવશે.

રથયાત્રામાં પેરા મિલીટરી ફોર્સ સહિત કુલ 26091 પોલીસ અધિકારી – કર્મચારીઓ ફરજરત રહેશે

2322 બોડીવોર્ન કેમેરા સાથેના જવાનો, યાત્રામાં સાથે રહેનારા 25 વાહનો ઉપર પળેપળની વિગતો મેળવવામાં આવશે


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.