Home Main જાણો મેકિંગ ઓફ માલપૂઆ : અમદાવાદના જગન્નાથ મંદિરમાં અપાતા માલપૂઆનો પ્રસાદ...

જાણો મેકિંગ ઓફ માલપૂઆ : અમદાવાદના જગન્નાથ મંદિરમાં અપાતા માલપૂઆનો પ્રસાદ કઇ રીતે બને છે

0
693

જ્યારે પણ તમે જગન્નાથ મંદિર જતા હશો તમને પ્રસાદમાં માલપૂઆ અવશ્ય લેતા હશો, જગન્નાથ મંદિર પછી અમદાવાદની હોય કે પછી ઓરિસ્સા પુરીની,,અહી મહા પ્રસાદ તરીકે માલપૂઆ જ અપાય છે,,તમને થશે કે આ માલપૂઆ બને છે  કઇ રીતે, અને અમદાવાદ જગન્નાથ મંદિરમાં કેવી રીતે અને કોણ બનાવે છે આ પ્રસાદ,,

વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ અષાઢી સુદ બીજના રોજ લોકોને સામેથી દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે. દેશમાં જગન્નાથપુરી અને અમદાવાદમાં સૌથી મોટી રથયાત્રા યોજાય છે. અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથનું 400થી વર્ષ જૂનું મંદિર આવેલું છે. ભગવાન જગન્નાથના મંદિરે જે કોઈપણ જાય તેમને માત્ર માલપૂઆ અને ગાંઠિયાનો જ પ્રસાદ આપવામાં આવે છે. ભગવાન જગન્નાથના મંદિરે શા માટે માત્ર માલપૂઆનો પ્રસાદ આપવામાં આવે છે એ અને કઈ રીતે કઈ રીતે એ બનાવવામાં આવે છે

રોજ અઢી સો થી ત્રણ સો કિલો બને છે માલપૂઆ


તમને જણાવી દઇએ કે વર્ષોથી ભગવાન જગન્નાથને બાલભોગમાં માલપૂઆનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ભગવાનને સૌથી વધુ માલપૂઆ પ્રિય છે. જગન્નાથપુરીમાં પણ આ જ પ્રસાદ ધરાવવામાં આવે છે અને અહીં જગન્નાથ મંદિરમાં પણ વર્ષોથી માલપૂઆનો પ્રસાદ લોકોને આપવામાં આવે છે. દરરોજ સરેરાશ સાતથી આઠ મણ જેટલા લોટનો પ્રસાદ બને છે, પરંતુ જ્યારે રથયાત્રા અથવા જન્માષ્ટમી જેવો તહેવાર હોય છે ત્યારે વધારે પ્રસાદ બનાવવામાં આવે છે.

જગન્નાથ મંદિર માલપુઆ

માલપુઆમાં પણ હોય છે પ્રકાર
ભગવાન જગન્નાથ મંદિરમાં નાના અને મોટા એમ બે પ્રકારના માલપૂઆ બને છે. એક માલપૂઆમાંથી ટુકડા કરી નાના કરી દેવામાં આવે છે. જમાલપુર મંદિરમાં જ્યારે પણ ભંડારો યોજાતો હોય છે ત્યારે માલપૂઆ અચૂક આપવામાં આવે છે.

હિંદુ ધર્મ અનુસાર ચાર ધામો બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને પુરી છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ ચાર ધામ પર સ્થાયી થયા હતા, ત્યારે તેઓ પહેલા બદ્રીનાથ ગયા હતા અને ત્યાં સ્નાન કર્યું હતું, ત્યારબાદ તેઓ ગુજરાતના દ્વારકા ગયા હતા અને ત્યાં કપડાં બદલ્યા હતા. દ્વારકા પછી, તેમણે ઓડિશાના પુરીમાં બપોરનું ભોજન લીધું અને છેલ્લે તામિલનાડુના રામેશ્વરમ ખાતે આરામ કર્યો. પુરીમાં ભગવાન શ્રી જગન્નાથનું મંદિર છે.

પુરીના આ મંદિરમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની લાકડાની મૂર્તિઓ છે. લાકડાના શિલ્પો સાથેનું આ દેશનું અનોખું મંદિર છે. જગન્નાથ મંદિરની આવી ઘણી વિશેષતાઓ છે, સાથે જ મંદિર સાથે જોડાયેલી એવી ઘણી વાર્તાઓ છે જે સદીઓથી રહસ્ય બનીને રહી છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે