લોકડાયરાની વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું
કલોલ તાલુકાના રકનપુર ગામે ખોડિયાર માતાજીનું મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા નિમિતે ભવ્ય ડાયરાની રમઝટ જામી હતી. જ્ઞાન અને ગમ્મત સાથે લોક ગાયક માયાભાઇ આહિરે ગ્રામજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.
રકનપુર ગામના યુવક મંડળના સ્વયમ સેવકો દ્વારા ખોડિયારધામ પ્રાણ પ્રતિષ્ડા મહોત્સવ નિમિત્તે યોજાયેલ લોકડાયરાની વ્યવસ્થાનું સુદંર આયોજન કરવામાં આવ્યું હતું.
ડાયરામાં મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો બાળકો ગામના આગેવાનો તેમજ વડિલો દ્વારા લોકગાયક કલાકારોના મધુર સ્વરનો આનંદ માણ્યો
અહી ઉલ્લેખનીય છેકે ગુજરાતના ભાતીગળ લોકગીતો ગુજરાતભરમાં લોકગાયકો દ્વારા આજે પણ જીવંત છે
ગુજરાતની ભવ્ય સંસ્કૃતિને ધાર્મિક પ્રસંગ હોય કે સામાજિક તમામ જગ્યાએ લોકગાયકો અને કલાકારો પોતાની આગવી પ્રતિભા દ્વારા અનોખી રીતે રજુ કરતા હોય છે
દર્શકોને અધ્યાત્મિક ભાવનામાં તલ્લીન કરાવે છે.
રકનપુર ગામમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા.
વધુ સમાચાર માટે જોતા રહો VR લાઈવ
સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ