HomeBreaking Newsભાવનગર તોડ્કાંડમાં મોટો ખુલાસો

ભાવનગર તોડ્કાંડમાં મોટો ખુલાસો

કમીશનની લાલચે ફૂટ્યો ભાંડો

રાજ્યભરમાં ચર્ચા જગાવનાર ભાવનગર ડમીકાંડ અને ત્યારબાદ થયેલા તોડ્કાંડમાં રોજે રોજ ભાવનગર પોલીસ દ્વારા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે.

ડમીકાંડમાં કેટલાક નામો જાહેર ન કરવા યુવરાજે તોડ કર્યો હતો તેવો આક્ષેપ યુવરાજના સાથી બિપીન ત્રિવેદીએ કર્યો હતો. તેણે જણાવ્યું હતુકે યુવરાજે કરોડ રૂપિયાનો તોડકર્યો છે

યુવરાજસિંહનો સાળો વચેટીયા બનીને રૂપિયા ઉઘરાવતો હતો અને થોડાક દિવસ પહેલા તેના ઘરમાંથી લાખો રૂપિયાની ભરેલી બેગ મળી આવી હતી.

પોલીસે કરેલા મોટા ખુલાસામાં દહેગામમાં યુવરાજ સિંહે ગાંધીનગર જીલ્લાના દહેગામમાં એક પ્લોટ ખરીદ્યો છે જેમાં 13 લાખ રૂપિયા રોકડા બિલ્ડરને ચૂકવ્યા છે અને તેની નોંધ કરેલી ડાયરી મળી આવી છે.

આ વ્યહવારની પોલીસ તપાસ કરી રહી છે. અહી ઉલ્લેખનીય છેકે દહેગામમાં યુવરાજની પત્ની શિક્ષિકા તરીકે નોકરી કરે છે.

વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE

સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments