કેદારનાથ ,બદ્રીનાથ અને હેમકુંડ સાહિબમાં હિમવર્ષા

0
41

આગામી ત્રણ દિવસ સુધી દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી

ઉત્તરાખંડ સહિત દેશના અનેક રાજ્યોમાં હવામાન ખાતાએ મોટી આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવશે અને માધ્યમ અને ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ખાસ કરીને ચારધામ યાત્રા શરુ થઇ છે ત્યારે કેદારનાથ , બદ્રીનાથ અને હેમકુંડ સાહિબમાં ભારે હિમ વર્ષા થી રહી છે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દિલ્હી, ઉત્તર પ્રદેશ,રાજસ્થાન ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાને કરને દેશભરના યાત્રાળુઓની સમસ્યાઓ વધી રહી છે. કેદારનાથ અને બદ્રીનાથ સહિતના યાત્રાધામોમાં પ્રવાસીઓને સાવચેત રહેવા અને 112 પર સંપર્ક કરવા જણાવાવમાં આવ્યું છે.

તંત્રે વધુમાં જણાવ્યું છેકે ચારધામ યાત્રાની યાત્રાળુઓની નોંધણી અત્યારે બંધ કરવામાં આવી છે. અને જે યાત્રાળુઓ કેદારનાથ અને અન્ય જગ્યાએ છે તેમને તાકીદ કરવામાં આવી છે . કોઈ પણ મુશ્કેલીમાં તંત્ર નો 112 પર સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે.

અહી ઉલ્લેખનીય છેકે ઉનાળો શરુ થઇ ગયો છે પણ દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોને ભારે નુકશાન થયું છે આ ઉપરાંત ગુજરાતની વાત કરીએતો અમદાવાદ ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના તમામ જીલ્લાઓ અને કચ્છ, સૌરાષ્ટ્ર ના જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદ થઇ શકે છે.

અહી ઉલ્લેખનીય છેકે ગુજરાતના ખેડૂતો સરકાર દ્વારા કરાયેલા પાક નુકશાનીનો સર્વે અને વળતરની જાહેરાત ક્યારે કરશે અને કેટલું વળતર મળશે તે આશા સાથે મીટ માંડીને બેઠા છે પરંતુ રાજ્ય સરકાર તરફથી હજી સુધી જાહેરાત થઇ નથી.

વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE

સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.