વિધાનસભા ચૂંટણી માટેનો ઢંઢેરો બહાર પાડ્યો
કોંગ્રેસે કર્નાટક વિધાનસભા ચૂંટણી માટેનો ઢંઢેરો બહાર પાડ્યો તેમાં પાંચ શક્તિની ગેરંટીનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે.
જેમાં ગૃહ જ્યોતિ,અન્નાભાગ્ય,ગૃહલક્ષી,શક્તિ અને યુવાનીધી, અને ૨૦૦ યુનિટ ફ્રી વીજળી આપવાનું વચન આપવામાં આવ્યું છે. ગૃહલક્ષી અંતર્ગત પરિવારના મોભીને ૨૦૦૦ રૂપિયા અને અન્ન ભાગ્ય હેઠળ દસ કિલો અનાજ આપવાનું વચન કોંગ્રેસે આપ્યું છે.
યુવાનો માટે ફંડ જાહેર કરવામાં આવશે તે અંતર્ગત બેરોજગાર સ્નાતકો માટે એક મહિનામાં ત્રણ હજાર રૂપિયા ભથ્થું આપવાનું વચન આપ્યું છે
શક્તિ યોજના હેઠળ રાજ્યની તમામ મહિલાઓને રાજ્ય સરકારની સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસમાં મફત મુસાફરી તેમજ સરકાર બન્યાના પહેલા દિવસથીજ આ તમામ વચનો પુરા કરવાની વાત કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કરી છે
વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE
સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ