Rajput controversy : લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં પુરસોત્તમ રૂપાલાના નિવેદનથી માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે, રૂપાલા દ્વારા ક્ષત્રીય સમાજની બેન- દીકરીઓ પર કરેલી ટીપ્પણીને લઈને ક્ષત્રીય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આ તાજા ઘા પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ બળતામાં ઘી હોમવાનું કામ કરતું નિવેદન આપ્યું છે.

Rajput controversy : લોકસભા ચૂંટણી 2024ને લઈને તમામ રાજકીય પક્ષો પોતાના વિરોધીઓ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. કેટલીક વખત તેમનું નિવેદન વિવાદનો મુદ્દો બની જાય છે. હાલમાં જ ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીથી રાજપૂત સમાજ રોષમાં છે. ત્યારે હવે રાહુલ ગાંધી (Rahul Gandhi)નો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રાજા-મહારાજાઓને લઈને વાત કરી રહ્યા છે. પહેલા જોઈ લઈએ કે રાહુલ ગાંધીએ શું કહ્યું ?
Rajput controversy : વડાપ્રધાન મોદીએ રાહુલને લીધા આડેહાથ
Rajput controversy : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકના બેલાગવી પહોંચ્યા હતા. અહીં તેમણે ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીના નિવેદન પર આકરા પ્રહાર કરી કોંગ્રેસને આડે હાથ લીધી હતી, વડાપ્રધાને કહ્યું- કોંગ્રેસના શેહઝાદાને આપણા રાજા-મહારાજાઓનાં યોગદાન યાદ નથી. તેઓ વોટબેંકની રાજનીતિ ખાતર રાજાઓ અને મહારાજાઓ સામે બોલવાની હિંમત કરે છે અને નવાબો, બાદશાહો અને સુલતાનો સામે એક શબ્દ પણ ઉચ્ચારવાની તાકાત નથી.

Rajput controversy : તમને જણાવી દઈએ કે ગુજરાતની લોકસભા ચૂંટણીમાં અત્યારે માત્ર એક જ મુદ્દે બધે ચર્ચા ચાલી રહી છે અને એ છે માત્ર ક્ષત્રીય અંદોલન, અત્રે નોંધનીય બાબત એ પણ છે કે રાજકોટ ભાજપના ઉમેદવાર પરોસત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રીય સમાજના રોષનો લાભ આડકતરી રીતે કોંગ્રેસને લાભ મળવાનો હતો, પરંતુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનથી કોંગ્રેસ બેકફૂટ પર આવી જાય તો નવાઈ નહિ, તમને જણાવી દઈએ કે રાહુલના નિવેદનથી ભારતીય જનતા પાર્ટી ફરીવાર કોંગ્રેસ સમક્ષ એક્ટીવ થઇ ગઈ છે અને કોંગ્રેસ સામે પ્રહાર કરી ક્ષત્રીય સમાજના રોષને ઠંડો પાડવા પણ પ્રયાસ કરી રહી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો