RajasthanNewCM : રાજસ્થાનની લડાઈમાં ભાજપ જીતી ગયું છે પરંતુ મુખ્યમંત્રી કોને બનાવવા એને લઈને ભાજપમાં ભારે ગરમાગરમી રહી, પરંતુ ફૂલ ઓફ હાઈ વોલ્ટેજ ડ્રામા બેઠકો બાદ રાજસ્થાનને મુખ્યમંત્રી મળી ગયા છે, મધ્યપ્રદેશ,છત્તીસગઢ જેમ રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રી માટે નવા ચહેરાનું નામ ભાજપે ચલાવ્યું છે, ભાજપે રાજસ્થાનના મુખ્યમંત્રી (RajasthanNewCM) પદ માટે ભજનલાલ શર્મા પર વિશ્વાસ મુક્યો છે,
ભજનલાલ શર્માને રાજસ્થાન મુખ્યમંત્રીનું પદ સોંપવામાં આવ્યું છે, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માં નવા ચહેરા જેવી જ ચાલ ભાજપે રાજસ્થાનમાં પણ ખેલી છે અને એકદમ નવું જ નામ લઈને બહાર આવી છે,સાંગાનેરના ધારાસભ્ય છે ભજનલાલ શર્મા.પ્રદેશ કાર્યાલય ખાતે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા નક્કી કરાયેલા નામની જાહેરાત કરવામાં આવી હતી અને તે નામ પર સૌએ સહમતિ દર્શાવી હતી. તમને જણાવી દઈએ કે રાજસ્થાનના મુખ્યમંત્રી પદ માટે વસુંધરા રાજે સિવાય રાજસ્થાનમાં હિન્દુત્વના પોસ્ટર બોય બની ગયેલા બાબા બાલકનાથ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત, સીપી જોશી, દિયા કુમારી, રાજવર્ધન રાઠોડ જેવા નામ પણ રેસમાં હતા,
મુખ્યમંત્રીના ચહેરા માટે ગતરોજ ભાજેપ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં બધાને ચોંકાવી દીધા. મધ્યપ્રદેશમાં મોટા ચહેરાઓને બાયપાસ કરીને મોહન યાદવને કમાન સોંપવામાં આવી હતી, જ્યારે છત્તીસગઢની બાગડોર વિષ્ણુદેવ સાંઈને સોંપવામાં આવી હતી. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થતો હતો કે રાજસ્થાનમાં શું થશે? શું રાજસ્થાન પણ મધ્યપ્રદેશ-છત્તીસગઢની તર્જ પર નવા ચહેરા પર દાવ લગાવશે કે ફરી એકવાર વસુંધરા રાજેને અજમાવશે, જોકે આખરે સસ્પેન્સ ખતમ થઇ ગયું છે, અને રાજસ્થાનમાં મુખ્યમંત્રી (RajasthanNewCM) ના પદ માટે ભજનલાલ શર્મા પર કળશ ઢોળવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીના પદ માટે આજે સવારથી રાજસ્થાનમાં ધારાસભ્ય દળની બેઠક બોલવામાં આવી હતી . કેન્દ્રએ રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેને રાજસ્થાનના નિરીક્ષક બનાવ્યા હતા . ત્રણેય નેતાઓ જયપુર પહોંચી રાજસ્થાન ના સીએમ ચહેરા માટે રાજસ્થાન ભાજપના નવા ધારાસભ્યો પાસેથી અંગે સલાહ લીધી હતી. અને આ મત બાદ ભાજપ હાઈકમાન્ડની મંજૂરી બાદ આજે ભજનલાલ શર્માની સીએમ પદની જાહેરાત કરવામાં આવી હતી.
તમે આ પણ વાંચી શકો છો
MPના મુખ્યમંત્રી મોહન યાદવનો એક આપતિજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ