ઉત્તર ગુજરાત સહીત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ

    0
    77

    રાજકોટના બેડી યાર્ડમાં પાક પલળ્યો, ખેડૂતો ચિંતાગ્રસ્ત

    હવામાન વિભાગે ગુજરાતમાં ૪ દિવસની માવઠાની આગાહી કરી છે, ત્યારે અમદાવાદ,પાટણ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે. અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજકોટના બેડી યાર્ડમાં ખુલ્લામાં પડેલો પાક પલળી ગયો છે. ધોધમાર વરસાદ થતાં યાર્ડમાં પડેલા પાકને વેપારીઓ અને ખેડૂતોએ તાડપત્રીથી ઢાંક્યો હતો.