ઓઢવ સહિતના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ

0
195
ઓઢવ સહિતના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ
ઓઢવ સહિતના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ

અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકથી મેઘરાજાની મહેર યથાવત છે . ગઈ કાલે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી અમદાવાદના તમામ વિસ્તારો પાણી પાણી થયા હતા. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તાર ઓઢવ , નિકોલ,સહિતના વિસ્તારોમાં ફરી વરસાદ શરુ થયો હતો. મેઘરાજાની તોફાની બેટિંગ થી આ તમામ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાનો સામનો નાગરિકો વર્ષોથી કરી રહ્યા છે તે આ વર્ષે પણ યથાવત છે અને તંત્રના દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે.મળતી માહિતી મુજબ ઓઢવ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.

ઓઢવ સહિતના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ

અહી ઉલ્લેખનીય છેકે ગઈકાલે અમદાવાદમાં મોદી સાંજે મેઘરાજાએ ધીમીધારે વરસવાની શરુ આત કરી જેને લઈને અમદાવાદના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને પ્રી મોન્સુનની કામગીરીના ધજાગરા મેઘરાજાએ ઉડાડ્યા છે. છેલ્લા ઘણા સમયથી શહેરીજનો વરસાદની રાહ જોઇને બેઠા હતા ત્યારે મોડી સાંજે ધમાકેદાર બેટિંગ મેઘરાજાએ શરુ કરી હતી. પશ્ચિમ અમદાવાદના તમામ વિસ્તારો એસ. જી હાઇવે , બોડકદેવ, આનંદ નગર, ગોતા,સીન્ધુભવન રોડ, વસ્ત્રાપુર , નહેરુનગર, જીવરાજપાર્ક, સરખેજ સહિત જુહાપુરામાં રોડ પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઇ છે. સમી સાંજે ભારે વરસાદ ખાબકતા શહેરીજનો નોકરીથી છૂટીને ઘરે જતા સમયે અટવાયા હતા. ક્યાંક ભુવા પડવાની ઘટનાઓ સામે આવી છે. કોર્પોરેશનની મોનસુન કામગીરી પર હાલ નાગરિકો સવાલો કરી રહ્યા છે. કેટલાક નાગરિકોએ કહ્યું કે આતો રોજ નું થયું .. એટલેકે કોર્પોરેશન દર વર્ષે ભલે દાવાઓ કરતી હોય પરંતુ કરોડો રૂપિયા પ્રજાના ટેક્ષના વસુલે છે તે મેઘરાજાએ એકજ ધમાકેદાર બેટિંગમાં પોકળ સાબિત કરીને જાડી ચામડીના અધિકારીઓ અને નેતાઓને ખુલ્લા પાડી દીધા છે. અમદાવાદમાં વરસાદને લઈને નાગરિકો હાલ પરેશાન જોવા મળી રહ્યા છે કારણકે તંત્રના પાપે કરોડો રૂપિયાની કામગીરી પાણી માં વહેતી જોવા મળી રહી છે.

ઓઢવ સહિતના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ

હવામાન વિભાગે પણ આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં ગત મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકતા પાણી ભરાવવાના દ્રશ્યો સામે આવ્યા હતા. મેઘરાજાની બહુચરાજી માં ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. બહુચરાજી માં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં હાલ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે ખાસ કરીને કચ્છ જીલ્લામાં 50 જેટલા ગામો સંપર્ક વિહોણા છે. રાજ્યમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે શહેરીજનોમાં રસ્તા પર પાણી ભરાતા વધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.