ડ્રગ્સના દૂષણને નાથવા યુવાનોને અપાયું માર્ગદર્શન

1
54
ડ્રગ્સના દૂષણને નાથવા યુવાનોને અપાયું માર્ગદર્શન
ડ્રગ્સના દૂષણને નાથવા યુવાનોને અપાયું માર્ગદર્શન

ડ્રગ્સનાં દૂષણને નાથવા માટે ગુજરાત પોલીસ સજ્જ છે  અને ગુજરાતના યુવાનો આ નશાના કારોબારમાં અને જાળમાં ફસાઈ ન જાય તે માટે અમદાવાદમાં ગુજરાત કોમર્સ કોલેજમાં સી.ડબ્લ્યુ.ડી.સી. સમિતિ અંતર્ગત આયોજિત આ સેમીનારમાં એલીસબ્રીજ પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર  બી.જે.ચેતરિયા સાહેબ તેમજ તેમની ટીમે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. ડ્રગ્સના દૂષણને સૌપ્રથમ વિદ્યાર્થીઓને એક નાનકડી ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી. ત્યારબાદ ડ્રગ્સના દૂષણથી અને ડ્રગ્સ લેવાથી થતા ગેરફાયદાઓ અને યુવાનો-યુવતીઓ આ દુષણમાં કઈ રીતે સપડાય છે તેની સમગ્ર જાણકારી આપવામાં આવી હતી.

ટૂંકમાં ડ્રગ્સના દૂષણ થી કઈ રીતે સાવચેત રહેવું તેની માહિતી આ ટીમ દ્વારા આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન ઇન્ચાર્જ પ્રિ. ડૉ. શીલાબેન ભાદાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જયારે કાર્યક્રમનું સંચાલન સી.ડબ્લ્યુ.ડી.સી. ચેરપર્સન ડો. રીના શાહ અને આભારવિધિ પ્રા. વિધિબેન રાવરાણી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓના સહકારથી આ સુંદર કાર્યક્રમ સંપન્ન થયેલ.

ડ્રગ્સના દૂષણને નાથવા યુવાનોને અપાયું માર્ગદર્શન

અહી ઉલ્લેખનીય છેકે કે ડ્રગ્સ સૌથી મોટું સામાજિક દૂષણ છે. ગુજરાત પોલીસ તે દિશામાં સતત કામ કરી રહી છે.ફક્ત  ડ્રગ્સ પકડવાની કામગીરી કરવાથી ડ્રગ્સ રોકી નથી શકાતું, પરંતુ ડ્રગ્સનાં દૂષણને કાબુમાં લેવા માટે સભ્ય સમાજે નશા વિરોધી ચળવળ પોતાના હાથમાં લેવી પડશે. દરેક વ્યસની વ્યક્તિનું વ્યસન છૂટતાં નવી જિંદગીની શરૂઆત કરી શકે તેમાં સતત કામ કરવું પડશે . આ કાર્યક્રમમાં હાજર પોલીસ અધિકારીએ જણાવ્યું કે  આપણા યુવાનોના  સારા ભવિષ્યના નિર્માણ માટે પોતાની કારકિર્દી અને તેની દિશા નક્કી કરી હોય એની પર કામ કરજો,  ગુજરાત પોલીસે અનેક નશાના સોદાગરને જેલના હવાલે કર્યા છે. નશાનો વેપલો કરનારા લોકોને પકડીને જેલ હવાલે બંધ કરવાનું કામ આપણ ગુજરાત પોલીસે કર્યું છે.

ડ્રગ્સના દૂષણને નાથવા યુવાનોને અપાયું માર્ગદર્શન

યુવા પેઢી આવતી કાલનું ભારતનું ભવિષ્ય છે અને દેશના ભવિષ્યને બરબાદ કરવાનું કાવતરું હમેશા ગુજરાત પોલીસ નિષ્ફળ કરી રહી છે અને નશાના કારોબારીઓના મનસુબા નાકામ કરવામાં મોટી સફળતા પણ મળી છે. ડ્રગ્સ-માફિયાઓનો લક્ષ્યાંક યુવા પેઢી જ હોય છે, આજના આ યુવા ધનની જાગ્રત અવસ્થાથી સમાજનું દૂષણ ધીરે ધીરે નાબૂદ થઈ રહ્યું છે. આવનારા સમયમાં સમગ્ર ગુજરાતની સાથે આપણો દેશ ડ્રગ્સ મુક્ત બનશે તેવો  વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં પાડોશી દેશ તેની સીમાઓમાંથી આતંકી પ્રવૃત્તિ અને નશાનો કારોબાર કરી રહ્યો છે તે આપણા સુરક્ષા દળોએ અનેક વાર પર્દાફાશ કર્યો છે. ગુજરાત પોલીસ હમેશા નશાના કારોબાર પ્રત્યે કડક કાર્યવાહી કરવામાં સફળ રહ્યું છે .

1 COMMENT

Comments are closed.