Rain in Gujarat: રાજ્યમાં માવઠાનો માર, ખેડૂત થયા બેહાલ

0
206
Rain in Gujarat: રાજ્યમાં માવઠાનો માર, ખેડૂત થયા બેહાલ
Rain in Gujarat: રાજ્યમાં માવઠાનો માર, ખેડૂત થયા બેહાલ

Rain in Gujarat: હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે રાજ્યના અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન થયું છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે આજે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં વધારો કર્યો છે.

Rain in Gujarat: મહેસાણા

મહેસાણાના કડીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું, કડીના વિડજ, કાસ્વા, મણીપુર, નાનીકડી વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું, વરસાદી ઝાપટાથી ખેડૂતોના ઘઉં, એરંડા,  જેવી અનેક જણસો પલળી હતી, જેથી ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડી શકે છે.           

Rain in Gujarat: અંબાજી

માણેક જોષી: સમગ્ર ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોના પાકએને મોટા પાયે નુકસાન થયું છે. અંબાજીમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો.. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જેના લીધે ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે. તેમના ઊભા પાકને નુકસાન સર્જાવાની ભીતિ પણ સર્જાઈ રહી છે. કમોસમી વરસાદી માહોલ અને માવઠાની અસરની શક્યતાને જોઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે,

Rain in Gujarat: કચ્છ

કચ્છના અંજારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.. તે ઉપરાંત ધોધમાર વરસાદથી કચ્છ જિલ્લના મુદ્રાના ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.. ત્યારે કમોસમી વરસાદના કરને પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતી બન્યા છે.

Rain in Gujarat: દેવભૂમિ દ્વારકા

જયસુખ મોદી: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે લગ્ન પ્રસંગની સીઝનમાં રંગમા ભંગ પડ્યો હતો. દ્વારકા જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસતા અનેક લગ્ન પ્રસંગમાં લગ્ન મંડપ વેર વિખેર કરી નાખ્યાં.. જામ ખંભાળિયા પંથકના મોટી ખોખરી અને સુતારીયા ગામે ભારે પવન સાથે વરસાદ વરસતા લગ્ન મંડપ ઉડયા હતા.. લગ્ન સ્થળે વરસાદી પાણી ભરાયા  હતા.

Rain in Gujarat: જામનગર (કાલાવડ)

જામનગર: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે જામનગરના કાલાવડમાં માવઠાંથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી ગઈ છે. કપાસ, ધાણા, જીરૂ સહિતનો પાક પાણીમાં પલળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. માવઠાંની આગાહી હોવા છતાં યાર્ડમાં ખુલ્લામાં જણસી મુકવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી છતાં યાર્ડ દ્વારા કોઈ પગલાં ન લેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળે છે. અચાનક વરસાદ પડતાં ખેડૂતો અને વેપારીમાં જણસી બચાવા ભાગ દોડ મચી જવા પામી હતી.

Rain in Gujarat: સાબરકાંઠા (શામળાજી)

શનિવારે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઇ ગયા હતા. જેને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. વહેલી સવારથી જ વાદળોથી ઘેરાયેલું વાતાવરણ સર્જાયુ હતુ, કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા વરસ્યા હતા. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય માવઠાના છાંટા વરસ્યા હતા. યાત્રાધામ શામળાજી સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.

Rain in Gujarat: પાટણ

પાટણ : હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છમાં બે દિવસ માવઠાની આગાહી કરી છે. જેને પગલે પાટણ જિલ્લા વાતાવરણમાં પલટો આવ્યો હતો. કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું બન્યું હતું એક સાથે બંને સિસ્ટમ સક્રિય થતાં પાટણ શહેર સહિત પંથક માં વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદ થતા ખેડૂતો   માં અફરા તફરી મચી હતી. ખેડૂતોનો આવેલો માલ પલડયો.  

Rain in Gujarat: રાધનપુર

અગાઉથી જ આગાહી હોવા છતાં કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના પાક પળવાના સમાચાર સામે આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં અગાઉથી જ સૂચનાઓ કરવામા આવી હતી કે માર્કેટયાર્ડમાં પાક ખૂલ્લામાં ના રહે અને સલામત સ્થળે ખસેડી લેવામાં આવે છે. આ દરમિયાન પાટણ જિલ્લાના રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખેલ દિવેલાનો પાક પલળી જવા પામ્યો હતો. માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રહેલ એરંડાના પાકની બોરીઓ વરસાદમાં પલળી જવા પામી હતી. પાક પલળવાને લઈ ખેડૂતોના જીવ ઉંચા થઇ ગયા હતા. ખેડૂતોએ મહેનત કરીને પકવેલા પાકને પલળતો જોઇને જીવ બળવાની સ્થિતિ સર્જાઇ હતી. ભલે એ પાકને ખેડૂતોએ માર્કેટયાર્ડમાં વેચી દીધો હોય.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.